Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આ ગોળી તમારી વાસ મારતી વાછુટને ગુલાબની સુગંધ જેવી બનાવી દેશે

પેરીસ તા ૨૯  : જેમને વાછુટની બહુ તકલીફ રહેતી હોય તેમને કદાચ અવાજ બહાર ન આવે એની ચિંતા કરતાં એ પછી વાતાવરણમાં પ્રસરતી ગંધને કારણે વધુ સંકોચજનક સ્થિતીમાં મુકાવું પડે છે. જોકે હવે આનો પણ તોડ એન્ડ ફ્રેન્ચભાઇઓએ કાઢી લીધો છે. ક્રિશ્ચિયન પોઇન્ચેવલ નામના ભાઇએ એવી ગોળી તૈયાર કરી છે જે ગળી લેવાથી તમારી વાસ મારતી વાછુટ સુગંધીદાર થઇ જશે. સામાન્ય રીતે વાછુટમાં તમે લસણ, કાંદા, પનીર, સિંગદાણાકે કઠોળ ખાધુ હોય એ મુજબની ટિપીકલ સ્મેલ આવતી હોય છે. પરંતું પિલુલપેટ નામની ગોળી એ ફાર્ટની સ્મેલ ચેન્જ કરીને રોઝ એસન્સ જેવી કરી નાખે છે. ફ્રેન્ચભાઇનું કહેવું છે કે, એક વાર તેઓ ડિનર માટે ઘણા બધા લોકો સાથે બેઠા હતા ત્યારે તેમની વાછુટની સ્મેલથી મહેમાનોએ મોં બગાડયું હતું. આ ઘટના ૨૦૦૭ ની છે. એ પછી તેમણે અવનવા અખતરા કરીને કઇ રીતે ફાર્ટની સ્મેલ બદલી શકાય એનો પ્રયોગ કર્યો, હવે તેમની કંપનીએ અલગ-અલગ પ્રકારની સ્મેલ છોડે એવી ગોળીઓ તૈયાર કરી છે. ભાઇનો દાવો છે કે આ પિલમાં નેચરલ ચીજો જ હોય છે જે ડાયટરી સપ્લિમેન્ટ્સની જેમ લઇ શકાય છે.

(4:09 pm IST)