Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ટ્રંપ અને પુતિન 16 જુલાઈના હેલસિંકીમાં કરશે પ્રથમ બેઠક

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 16 જુલાઈના રોજ ફિનલૈંડના હેલસિંકીમાં પ્રથમ બેઠક કરશે.વ્હાઇટ હાઉસે આજ રોજ આ વાતની ઘોષણા કરી છે વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારા સાઈડર્સે જણાવ્યું હતું કે 16 જુલાઈના રોજ ફિનલૈંડ હેલસિંકીમાં મુલાકાત કરશે.અને વધુમાં જણાવ્યું કે બને નેતા અમેરિકા અને રશિયા વચ્છસના સંબંધની સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરશે.

(6:41 pm IST)
  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • અરવલ્લીના મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો :ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી :પંથકમાં વરસાદના આગમન સાથે વીજળી ગુલ :નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી access_time 10:36 pm IST

  • ઓમાનના કુરિયાતમાં 24 કલાક સુધી ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન :હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સૌથી ગરમ લઘુતમ તાપમાન છે, જે આ પહેલાં ક્યારેય નોંધાયું ન હતું:કુરિયાતના નામે દેશમાં સૌથી ગરમ દિવસનો વિક્રમ નોંધાયેલો છે.: ગયા મે ૨૦૧૭માં કુરિયાતમાં તાપમાન ૫૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતું access_time 1:19 am IST