Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

૧૯૭ વખત એક જ બાળકી થઈ ગુમ, પોલીસ પરેશાન

બાળકોના ગુમ થવાના ૫,૫૦૦ કેસ નોંધાયા : ૨૦૧૮થી યૂનાઈટેડ કિંગડમમાં ઓછામાં ઓછા ૫૬૪૭૯ બાળકો ગુમ થયા, જેમનું યૌન ઉત્પીડન થવાનો ખતરો છે

લંડન,તા.૨૯ : ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટના આંકડાથી ખુલાસો થયો છે કે, વર્ષ ૨૦૧૮ થી યૂનાઈટેડ કિંગડમમાં ઓછામાં ઓછા ૫૬,૪૭૯ બાળકો ગુમ થયા છે. જેમનું યૌન ઉત્પીડન થવાનો ખતરો છે. તેમાં મોટા ભાગે બાળકો ૧૪ થી ૧૬ વર્ષની ઉંમર વચ્ચેના છે. જ્યારે એક બાળક તો ૧૧ વર્ષનું છે.

સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, પોલીસ ગુમ બાળકોના માત્ર બે તૃતીયાંશ કેસ તેમના ડેટામાં નોંધે છે. બેસ્ટ યોર્કશાયર પોલીસે વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધીમાં ,૫૦૦ કેસ નોંધ્યા છે. ગાયબ થયેલા બાળકોમાં એક બાળકી એવી છે જે ૧૯૭ વખત ગુમ થઈ છે. જો કે, પોલીસે તેની ઓળખ ગુપ્ત રાખી છે.

 ત્યારે બે અન્ય બાળક એવા પણ છે જે ૧૦૦ થી વધુ વખત ગુમ થયા છે. હમ્બરસાઈડ પોલીસે કહ્યું કે, બાળકો ૧૦૦ થી વખુ વખત ગુમ થયા છે. તેમાંથી એક છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫૬ વખત ગાયબ થયું છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, બાળકના ગુમ થવા મામલે તેના માતા પિતા અથવા સોશિયલ વર્કર્સ ત્યારે નોંધાવે છે, જ્યારે તેમને લાગે છે કે, બાળક યોન ઉત્પીડનનો શિકાર થઈ શકે છે.

એક રિપોર્ટમાં પણ સામે આવ્યું છે કે, ગાયબ થયેલા બાળકોમાં મોટાભાગે નાની ઉંમરની બાળકીઓની સંખ્યા વધારે છે જે વારંવાર પૈસા, દારૂ અથવા ડ્રગ્સ માટે આરોપીઓની પાસે પાસે પાછી જાય છે.

મામલે પૂર્વ ચીફ ક્રાઉન પ્રોસિક્યૂટર નાઝિર અફઝલે કહ્યું કે, જ્યારે કોઈ બાળક પ્રથમ વખત ગાયબ થાય છે તો પોલીસ તેને શોધવામાં સંપૂર્ણ તાકત લગાવે છે. પરંતુ જ્યારે કોઈ બે, ત્રણ અથવા વારંવાર ગુમ થયા છે તો તેઓ પણ કેસમાં ઇન્ટરસ્ટ લેવાનું બંધ કરી દે છે.

(8:36 pm IST)