Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

કાબુલમાં થયેલ આત્મઘાતી હુમલામાં ત્રણ નાગરિકના મૃત્યુ:15 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના કાબુલમાં એક આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે જેમાં ત્રણ લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ એક ડઝનથી પણ વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે કાબુલ શહેરના પીડી 7માં રિશખોર વિસ્તારમાં એક વિશેઃસ ઓપરેશન યુનિટના ગેટ પર થયેલ આત્મઘાતી હુમલામાં ત્રણ નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે.તેમજ 15ને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

            અફઘાન કમાંડો સ્પેશ્યલ યુનિટે જણાવ્યું હતું કે હુમલાખોરને અફઘાન કમાંડો દ્વારા હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યો છે આંતરિક મંત્રાલયે શહેરમાં વિસ્ફોટ થયો હોવાની સૌથી પહેલા પુષ્ટિ કરી હતી.

(6:00 pm IST)