Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

ચીનની સ્‍કૂલોમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સિંગ માટે અનોખી હેલ્‍મેટ

બીજીંગ તા. ર૯: ચીનની એક સ્‍કૂલે બાળકોને અનોખી હેલ્‍મેટ પહેરાવીને તેમને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સિંગ સાથે ઇતિહાસના પાઠ ભણાવવાનો પ્રયોગ શરૂ કર્યો છે. ડયુક યુનિવર્સિટીના પ્રાધ્‍યાપક ઇલીન ચેંગ્‍વિને ગઇ ર૭ એપ્રિલે સોશ્‍યલ નેટવર્કિંગ સાઇટ ટ્‍વિટર પર યાંગશેંગ એલિમેન્‍ટરી સ્‍કૂલનાં બાળકોની તસવીરો મૂકી છે. એમાં બાળકોએ માથા પર વિશિષ્‍ટ પ્રકારની હેલ્‍મેટ, ટોપી કે હેટ કહી શકાય એવા એ સાધન દ્વારા કોરોનાના રોગચાળાનો પ્રસાર રોકવા માટે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સિંગ સંદેશ આપવામાં આવ્‍યો છે. એ હેલ્‍મેટની ઉપર બન્‍ને બાજુ લંબાતી લગભગ ત્રણ ફુટની લાકડી હોય છે. માથે આડી લાકડીને કારણે અન્‍ય વ્‍યકિત નજીક આવી શકતી નથી. જોકે એ લાકડી પણ પૂંઠા અને ફ્રોમની બનેલી હોય છ.ે બાળકોને તકલીફ ન થાય, કોઇને ઇજા ન થાય અને ત્રણ ફૂટનું અંતર પણ જળવાઇ રહે એવી આ વ્‍યવસ્‍થા છે. આ હેલ્‍મેટ બાળકોને ચીનના ઇતિહાસના પાઠો વિશે પણ સભાન રાખે છે. ચીનના સોન્‍ગ વંશના રાજવીઓના સુબેદારો, સરદારો અને સેનાપતિઓ આવા આકારના મુગટ કે શિષાાણો પહેરતા હતા.

(10:56 am IST)