Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

ઇજિપ્તમાં ખોદકામ દરમ્યાન બે હજાર ઘેટાઓના માથા મળી આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: મમીઓના દેશ ઇજિપ્તમાં પુરાતત્વ ખોદકામ દરમિયાન પ્રાચીન ઇતિહાસની ચીજ વસ્તુઓ મળતી રહે છે. પ્રાચીન સમયમાં રાજાને ફેરોહ કહેવામાં આવતા. ફેરોઝ અને મહત્વના રાજવીઓના મૃતદેહને રસાયણો અને મસાલા ભરીને સુરક્ષિત રાખવાની કળા જાણીતી હતી. આ સચવાયેલા મૃતદેહોને મમી કહેવામાં આવે છે. ઇજિપ્તમાં અનેક સચવાયેલા સંગ્રહાયેલા મમીઓની દુનિયા છે. તાજેતરમાં ઇજિપ્તના પુરાતત્વ સંશોધકોને બે હજાર જેટલા ઘેટા પ્રકારના પ્રાણીઓના માથા શોધી કાઢયા છે. ઇજિપ્તના રાજા ફેરોન રામસેસ દ્વિતીયના ધર્મ સ્થળે ૨૦૦૦ ઘેટાના માથા અને કુતરા,બકરીઓ વગેરે જાનવરોના પણ માથા મળ્યા છે. સંશોધકોનું માનવું છે કે ઇજિપ્તના રાજાને જાનવરોના માથાની બલી આપવામાં આવતી હતી. ૨૦૦૦થી વધુ મમીકૃત ઘેટાઓના માથાની શોધ કરીને સંશોધકોએ સૌને ચોંકાવી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ઇજિપ્તમાં ધાર્મિક સ્થળો અને મકબરા માટે ફેમસ એબિડોસ નામના શહેરમાં ન્યૂયોર્ક યુનિવર્સિટીના અમેરિકી પુરાતત્વવિદોની એક ટીમે આ શોધ કરી છે. એબિડોસ કાહિરની દક્ષિણ દિશામાં ૪૩૫ કિમીના અંતરે નાઇલ નદી પર આવેલું છે. ધાર્મિક સ્થળો જેવા કે સેતી પ્રથમની સાથે નેક્રોપોલિઝ માટે જાણીતું છે.  આ શહેર પ્રાચીન જોવાલાયક પર્યટન સ્થળ તરીકે ફેમસ છે. ઇજપ્તની પ્રવાસન અર્થ વ્યવસ્થામાં ૧૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.કોરોના મહામારી પહેલા વર્ષે ૩૦ લાખથી વધુ લોકો પ્રવાસે આવતા હતા પરંતુ કોરોના મહામારી પછી તેમાં ધરખમ ઘટાડો થયો હતો.ઇજિપ્તની સરકાર હાલમાં પ્રવાસન ઉધોગ પર વિશેષ ભાર મુકી રહી છે. ૨૦૨૮ સુધીમા ૩ કરોડ પ્રવાસીઓ મુલાકાત લે તેવા પ્રયાસો કરી રહી છે.

(7:05 pm IST)