Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

પેરિસની ચાર બેંકો પર દરોડા પાડવામાં આવ્યા:108 અબજ ડોલરથી વધુની ટેક્સ ચોરી પકડવામાં આવી

નવી દિલ્હી: ફ્રેન્ચ અને જર્મન પ્રોસેક્યુટર્સ તથા તપાસ અધિકારોએ ફ્રાન્સની રાજધાની પેરીસ અને આજુબાજુના વિસ્તારોમાં મંગળવારે દરોડા પાડયા હતા. તેમણે દરોડામાં સંભવત: ૧૦૦ અબજ ફ્રાન્ક (૧૦૮ અબજ ડોલર)થી વધુની ટેક્સ ચોરી પકડાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
નાણાકીય તપાસકારોએ જણાવ્યું હતું કે આ દરોડા મુખ્યત્વે ડિવિડન્ડની ચોરી ખુલ્લી પાડવા પડાયા હતા. ફ્રાન્સની નાણાકીય પ્રોસેક્યુટર ઓફિસ (પીએનએફ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ૯.૩૦ વાગ્યે દરોડા હાથ ધરાયા હતા અને તેહજુ પણ ચાલુ જ છે. મની લોન્ડરિંગ અને નાણાકીય છેતરપિંડીની આશંકાએ મુખ્યત્વે ચાર બેન્કો અને એક આંતરરાષ્ટ્રીય બેન્ક પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બેન્કોમાં સોસિયેટે જનરલે, બીએનપી પારીબા, એક્સાને, નેટિક્સિસ અને એચએસબીસીનો સમાવેશ થાય છે. પીએનએફના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અતિ ધનિકોએ ડિવિડન્ડ પર ટેક્સ ના ચૂકવવો પડે તે માટે બેન્કોએ એકદમ જટીલ કાયદાકીય માળખા બનાવ્યા હતા. હવે તપાસકારોએ આ કાયદાકીય શંકાસ્પદ પદ્ધતિઓને શોધી કાઢવા નાણાકીય સંસ્થાઓ પર દરોડા પાડયા છે.

 

(7:04 pm IST)