Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

આ ગામના બાળકોને નથી ઘરની બહાર રમવાની પરવાનગી

નવી દિલ્હી: આજે મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હોય છે બાળકો ઘરની બહાર રમવા જતા નથી અને આખો દિવસ મોબાઈલ લઈ બેસી રહે છે. કોઈ શારીરિક પ્રવૃતિ કરતા જ નથી. આમાં મોટા અને નાના બાળકો દરેકનો સમાવેશ થાય છે. દરેક લોકોએ ફીઝિકલ એક્ટીવ રહેવુ જોઈએ તેવા રહેતા નથી. આવામાં વાલીઓ બાળકોને પાર્કમાં અથવા બહાર રમવા માટે કહેતા હોય છે. જો કે આજે અમને એવી વાત જાણવા મળી છે કે આ ગામના લોકો ઘરની અંદર જ રમે છે. એક માહિતી પ્રમાણે યુનાઈટેડ કિંગડમના ( યુકે)ના નોરવિચ નામના એક ગામમાં બાળકોને એકલા બહાર રમવા પર તેમના વાલીઓએ પ્રતિબંધ મુક્યો છે.તેથી આ ગામના બાળકો એકલા બહાર રમી શકતા નથી. તેઓને સતત એક વાતનો ડર રહ્યા કરે છે કે એકલા બહાર ગયા તો પાછા નહી આવે. અને એવુ પણ નથી કે ત્યા કોઈ ક્રિમનલ માણસો રહે છે અથવા ત્યા કોઈ ભૂત-પિશાચ રહેતુ હોય. પરંતુ માતા-પિતાનો બાળકો ધરતીની અંદર સમાઈ જવાનો સતત ડર રહ્યા કરે છે. કારણ કે આ આખુ ગામ એવી જગ્યા પર વસેલુ છે જે કોઈ રીતે સુરક્ષિત નથી. આ ગામમાં નાના બાળકોને ઘરની બહાર એકલા જવા દેવામાં આવતા નથી કારણ કે આ બહુ જોખમી છે. જે લોકો અહી રહે છે તેમનુ કહેવુ છે કે અહી સુરક્ષા માટે કાઈક કરવુ પડશે. અહી બાળકોને ધરની અંદર રહેવાનુ કહેવામાં આવે છે કારણ કે ઘરની બહાર ગરટોના એટલા બધા સિંકહોલ બની ગયા છે કે કોણ ક્યારે અંદર પડી જશે તો કહી શકાતુ નથી. આટલુ જ નહી આ સિંકહોલની સંખ્યા રોજ રોજ વધી રહી છે. જે ક્યારેક તેમના ઘરને પણ ગળી જશે. આવામા આ લોકોએ કામ વગર બહાર નિકળતા નથી. એટલ કે બાળકો અને મોટાઓ મોટાભાગે ઘરની અંદર જ રહે છે. આ ઉપરાંત ઊભા ઊભા વૃક્ષો પણ ગાયબ થઈ જાય છે.

 

(7:03 pm IST)