Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ચીન-તાઇવાન વચ્ચે અનાનસ આયાતના મુદ્દે માથાકૂટ શરૂ થતા સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસથી ચીન અને તાઈવાન વચ્ચે અનાનસ (પાઈનેપલ)ની આયાતના મુદ્દે માથાકૂટ શરૃ થઈ છે અને હવે તો સોશિયલ મીડિયા પર ફ્રીડમપાઈનેપલ નામે ઝૂંબેશ પણ શરૃ થઈ છે. વાત એમ છે કે તાઈવાનના અનાનસ જીવાણુવાળા છે એમ કહીને ચીને આયાત કરવાનું બંધ કરી દીધું છે.

તાઈવાનનો એવો દાવો છે કે અમારા અનાનસમાં કોઈ ગરબડ નથી, પરંતુ ચીન અમારા વેપાર પર પાટુ મારવા માંગે છે, માટે આવું પગલું ભર્યું છે. ચીનના આ પગલાં સામે તાઈવાનમાંથી ફ્રીડમ પાઈનેપલ ઝૂંબેશ શરૃ થઈ છે. એ ઝૂંબેશમાં તાઈવાનના પ્રેસિડેન્ટ ત્સાઈ ઈંગ વેને પણ ઝંરપલાવ્યું છે અને એકથી વધારે ટ્વિટ કરી છે.

તાઈવાની લોકોનું કહેવું છે કે અમારા પાઈનેપલનો વેપાર તૂટે એટલે ચીનની આ ચાલ છે. એ જાણીતી વાત છે કે ચીન વર્ષોથી નાનકડા તાઈવાન પર કબજો જમાવવા માંગે છે. પણ તાઈવાન મચક આપતું નથી. તાઈવાનમાં દર વર્ષે 20 હજાર ટન અનાનસ પેદા થાય છે. તેમાંથી 10 ટકા નિકાસ થાય છે. તાઈવાનના અનાનસોનું ચીન મોટું ખરીદદાર છે. પણ ગયા મહિને ચીને ખરીદી અટકાવી દીધી છે.

 

(3:57 pm IST)