Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દક્ષિણ આફ્રિકા નજીક અટલાંટિકમાં આવેલ રણનો અનોખો નજારો:રાત્રે પરીઓ કરે છે રણમાં નૃત્યુ:સવારમાં જોવા મળે છે પગના નિશાન

નવી દિલ્હી: દુનિયા રહસ્યમયી જગ્યાઓથી ભરપુર છે. આવી રહસ્યમયી જગ્યાઓ વિશે આજસુધી કોઈ જાણી શક્યું નથી. આવી જ એક જગ્યા છે નામીબનું રણ. દક્ષિણ પશ્ચિમ આફ્રીકાના અટલાંટિક નજીક આવેલું છે આ સ્થળ. અહીં રણ અંદાજે 5 કરોડ 50 લાખ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે આ રણમાં રાત્રે પરીઓ નાચતી દેખાય છે. સવારે રેતીમાં તેના પગના નિશાન પણ જોવા મળે છે.

આ નિશાન અંગે કેટલાક જાણકાર માને છે કે તે ભગવનના પગના નિશાન છે તો અહીં રહેતા હિમ્બા સમુદાયના લોકોનું માનવું છે કે તેને આત્માઓએ બનાવ્યા હોય છે અને તે તેમના દેવતા મુકુરુના પગના નિશાન છે. ઉલ્લેખનીય છે કે નામીબ રણમાં લાખો ગોળાકાર આકૃતિઓ બનેલી છે. આ નિશાન ક્યાંથી આવ્યા અને કોના છે તે રહસ્ય આજ સુધી અકબંધ છે.

(5:53 pm IST)