Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

વાયુ પ્રદૂષણથી બદલાઈ શકે છે બાળકોના મગજની સંરચના: સંશોધન

નવી દિલ્હી: વાયુ પ્રદુષણ સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓનું કારણ બની રહ્યું છે એક નવા સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકોના બાળપણના સંબંધી વાયુ પ્રદૂષણના વચ્ચેથી પસાર થાય છે,12 વર્ષની વય સુધી તેમના મગજની સંરચના બદલાઈ શકે છે.

             અમેરિકાના સિનસિનાટી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ મેડિકલ સેંટરના એક શોધકર્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રકારના ઉચ્ચ વાયુ પ્રદુષણ વચ્ચે રહેનાર બાળકોમાં 12 વર્ષની અવસ્થા સુધી મગજના જુદા જુદા વિસ્તારમાં ગ્રે મેટર અને કાર્ટિકલમાં ઉણપ આવી શકે છે અને તેની અસર બાળકના ચાલવા ફરવા પર અને સાંભળવા તથા જોવામાં પણ પડી શકે છે.

(6:21 pm IST)