Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

૧૧ વર્ષનો છોકરો ૩૬ વર્ષીય યુવતીના બાળકનો પિતા બન્યો

આ ૧૧ વર્ષનો બાળક દુનિયાનો સૌથી યુવા પિતા છે

ઓકલૈડ, તા.૨૯: થોડા દિવસો પહેલા એક ખબર આવી હતી જેની ખૂબ ચર્ચા થઈ હતી. રૂસમાં ૧૦ વર્ષનો બાળક પિતા બનવાનો છે. આ બાળકથી ગર્ભવતી બનેલી બાળકીની ઉંમર ૧૩ વર્ષની છે. જોકે આ વાતની પુષ્ટિ ડોકટર દ્યણા બધા ટેસ્ટ કર્યા બાદ પણ નથી કરી શકયા કે બાળકનો પિતા ૧૦ વર્ષનો બાળક જ છે. આ પહેલા ન્યુઝીલેન્ડમાં આવો મામલો સામે આવ્યો હતો. જેમાં બાળકની ઉંમર ૧૧ વર્ષ હતી. આ બાળકને અત્યાર સુધીનો સૌથી યુવા પિતા કહેવામાં આવે છે.

આ મામલો ઓકલેન્ડમાં વર્ષ ૨૦૧૩માં ચર્ચામાં આવી હતી. ન્યુઝીલેન્ડની સાઈટ સ્ટફ સીઓ એનજેડે આ વિશે રિપોર્ટ છાપવામાં આવ્યો હતો જેમાં બાળકનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પરંતુ કોર્ટમાં જે રેકોર્ડ રજુ થયો તેના દ્વારા જાણ થઈ કે આ દ્યટના સાચી છે ૧૧ વર્ષના બાળકની માતા બનનાર મહિલાની ઉંમર ૩૬ વર્ષ હતી. તે એક પ્રાઈમરી સ્કૂલમાં ટીચર હતી.

આ મામલો એટલે કોર્ટમાં પહોંચ્યો કારણ કે પ્રાઈમરીના વિદ્યાર્થીએ પોતાના આચાર્યને આ વાતની ફરિયાદ કરી. ટીચરને સજા થઈ અને ત્યારે આ ૧૧ વર્ષનો બાળક દુનિયાનો સૌથી યુવા પિતા છે તેની જાણ થઈ. ન્યુઝીલેન્ડનો રેકોર્ડ કહે છે કે વર્ષ ૨૦૦૮માં તેમના ત્યાં ૧૫ વર્ષથી ઓછા ઉંમરના ૧૧ બાળકો પિતા બની ચુકયા છે પરંતુ ૨૦૦૭માં આ આંકડો ૧૫નો હતો.

૧૨ નવેમ્બર ૨૦૧૫માં મેકિસકોમાં પણ ૧૦ વર્ષની ઉંમરના એક બાળકની પિતા બનવાની ખબર આવી હતી. ખબર અનુસાર આ દ્યટના જયા બની તે વિસ્તાર મેકિસકોનો સૌથી પછાત અને ગરીબ વિસ્તાર છે. ત્યાં પેરેન્ટ્સે પોતાના ૧૦ વર્ષના બાળકને પશુધણના બદલે વેચી દીધો હતો. ત્યાર બાદ તે બાળકને ૧૬ વર્ષની એક સગીરા સાથે રાખવામાં આવી. અમુક મહિનાઓ બાદ તે પિતા બની ગયો. તેને દુનિયાનો સૌથી યુવા પિતા દર્શાવવામાં આવ્યો પરંતુ તેની ઉંમરને લઈને કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.

રૂસની સમાચાર સાઈટ પ્રાવદાએ જયારે ૨૦૧૦માં એવી વાત જણાવી કે ચીનમાં ૧૦ વર્ષની ઉંમરમાં એક બાળકીએ તંદુરસ્ત બેબીને જન્મ આપ્યો છે તો તહેલકો મચી ગયો. જોકે ચીને આ વાતને કન્ફર્મ નથી કરી અને બે વર્ષ બાદ આ ખબર સાઈટ પરથી હટાવી લેવામાં આવી.

૨૭ માર્ચ ૨૦૦૭માં એક સમાચાર આવ્યા હતા. કેરલાના એનોકુલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક ૧૬ વર્ષની યુવતીએ દિકરાને જન્મ આપ્યો. તેનો પિતા ૧૨ વર્ષનો એક બાળક હતો જેને ભારતનો સૌથી યુવા પિતા કહેવામાં આવે છે. આ વાત ડિએનએ ટેસ્ટ દ્વારા સાબિત પણ થઈ. ત્યાર બાદ બાળક પર સેકસ ઓફેન્સના પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન્સ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો. એનોકુલમ મેડિકલ કોલેજના પ્રોફેસર ડો ડીકે જબ્બારે કહ્યું- કયારેક કયારેક બાળકોમાં પરિપકવતા સમય પહેલા જ આવી જાય.

(3:51 pm IST)