Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

બાળકોને એકથી વધુ ભાષાઓ શીખવાડવાથી થાય છે આ ફાયદા...

જો તમે તમારા બાળકને વધુ હોશિયાર અને મલ્ટી-ટાસ્કીંગ કરનાર બનાવવા માંગો છો તો તેને એકથી વધારે ભાષાઓ શીખવાડો. એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, જો બાળક એક થી વધુ ભાષાઓ જાણતુ હોય તો તે મલ્ટીટાસ્કીંગ એટલે કે એક જ સમયે કેટલીય જવાબદારીઓ સંભાળવા સક્ષમ હોય છે.

'ચાઈલ્ડ ડેવલોપમેન્ટ' નામની પત્રિકામાં છપાયેલ એક અભ્યાસમાં જણાવાયું છે કે, મોટા ભાગના બાળકોમાં ઑટીજીમ સ્પેકટમ ડિસઓર્ડર (એએસડી) હોય છે. આ મુશ્કેલીથી પીડિત બાળકો માટે ઉત્તમ છે કે, તેઓને ઓછામાં ઓછી એક ભાષા શીખવાડવામાં આવે. આ પ્રકારની સમસ્યાથી પીડિત બાળકો સામાજીક તાલમેલ કરવામાં નબળા હોય છે. એટલે કે તે કોઈ સાથે સરળતાથી વાતચીત ન કરી શકે. આ સાથે જ તેની ઇચ્છાઓ અને વ્યવહાર બદલતો રહે છે.

* પ્રોફેશનલ લાઈફ વધુ સારી

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા બાળકોની પ્રોફેશનલ લાઈફ બનાવવાની એક રીત છે કે તેને ઘરમાં બોલાતી ભાષા ઉપરાંત એક વધારાની ભાષા પણ શીખવવામાં આવે. આ શોધ સાથે સંકળાયેલ એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, તેઓએ મોટાભાગના મા-બાપને એ જણાવ્યું કે, બીજી અન્ય ભાષા શીખવાથી તેના બાળકોની સામાજીક તાલમેલની સમસ્યા વધી શકે છે. પરંતુ આ ખોટુ છે.

* આ રીતે થયો અભ્યાસ

આ અભ્યાસ માટે ૬ થી ૯ વર્ષના બાળકોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા. આ બધા બાળકો એએસડી પીડિત હતા. પરંતુ, એક ગ્રુપમાં રહેલ ૨૦ બાળકો એવા હતા, જેને બે ભાષાઓ આવડતી હતી. જ્યારે બીજા ગ્રુપના ૨૦ બાળકો માત્ર એક જ ભાષા જાણતા હતા.

ત્યારબાદ બંને ગ્રુપના બાળકોને પહેલા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બ્લુ સસલુ અને લાલ હોડીની આકૃતિ વચ્ચેનો તફાવત પૂછવામાં આવ્યો. ત્યારબાદ તેને આ બંનેની બનાવટના આધારે તફાવત પૂછવામાં આવ્યો. બંને કાર્યો બાદ પરીણામ એ આવ્યું કે, એએસડી પીડિત એ બાળકોએ બે અલગ-અલગ કાર્યોને વધુ સારી રીતે કર્યા, જેને બે ભાષા આવડતી હતી.

(3:54 pm IST)