Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ફેબ્રુઆરીમાં લોન્ચ થશે સૌથી હેવી રોકેટ

ન્યુયોર્ક તા. ર૯: અમેરિકાના અબજપતિ ટેકનોલોજી વિઝાર્ડ એલન મસ્કની સ્પેસ કંપની સ્પેસએકસ ૬ ફેબ્રુઆરીએ આકાશમાં ફાલ્કન હેવી રોકેટ લોન્ચ કરશે. આ રોકેટે કેપ કેનેડીના લોન્ચ-પેડ પરથી છોડવામાં આવશે અને એમાં રેડ કલરની ટેસ્લા રોડસ્ટર કારને આકાશમાં મોકલવામાં આવશે. આ કાર માર્સની ઓર્બિટમાં મોકલવામાં આવશે.

૧૯૬૦ના દાયકામાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સેટર્ન પાંચને લોન્ચ કરવા માટે સૌથી હેવી રોકેટે લોન્ચ કર્યું હતું અને ફાલ્કન હેવી પણ એ કેપેસિટીનું રોકેટ છે. એ ૧૮ જેટલાં ૭૪૭ એરક્રાફટ જેટલી સ્પીડ પકડી શકે એટલી ઝડપથી આકાશમાં જશે. એલન મસ્કની કંપની ભવિષ્યમાં લોકોને સ્પેસમાં મોકલવાની યોજના ધરાવે છે.

(3:48 pm IST)