Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

અફઘાનિસ્તાનમાં હવેથી મહિલાઓ લાંબા અંતરની યાત્રા એકલા કરવા પર લાગ્યો પ્રતિબંધ

નવી દિલ્હી  : અફઘાનિસ્તાનમાં સત્તા પ્રાપ્ત કરતી વખતે તાલિબાને મહિલાઓને તેમના અધિકાર આપવાનો દાવો કર્યો હતો. જો કે હવે તે પોતાના આ વચનથી ફરી ગયું છે. તાલિબાને મહિલાઓને લાંબા અંતરની યાત્રા એકલા કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તાલિબાની અધિકારીઓએ જણાવ્યું છે કે લાંબા અંતરની યાત્રા કરનારી મહિલાઓૌને સડક પરિવહનની મંજૂરી આપવી ન જોઇએ જ્યાં સુધી તેમની સાથે કોઇ નજીકનો પુરુષ કે સંબધીન હોય. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશ અનુસાર વાહન માલિકોને હેડસ્કાર્ફ ન પહેરેલ મહિલાઓને યાત્રાથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે. ૧૫ ઓગસ્ટે સત્તા હાંસલ કર્યા પછી તાલિબાન દ્વારા જાહેર ક્ષેત્રની ભૂમિકાઓમાં મહિલાઓને નોકરી પર પરત ફરવા પર રોક લગાવવામાં આવ્યા પછી આ પગલા ભરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા સાદિક અકિફ મુહાજિરે જણાવ્યું છે કે ૭૨ કિલોમીટરથી વધુની યાત્રા કરનાર મહિલા સાથે તેમનો કોઇ સંબધી ન હોય તો તેમને એકલા મુસાફરી કરવાની પરવાનગી આપવી ન જોઇએ. નવા દિશા નિર્દેશોમાં લોકોને પોતાના વાહનોમાં સંગીત નહીં વગાડવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

(6:50 pm IST)