Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ન્યુયોર્કમાં મોટી સંખ્યામાં ઓમીક્રોનથી સંક્રમિત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૯૬,૩૮૪ નવા કેસ નોંધાયા હતા. દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એ દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટનો હાહાકાર મચ્યો છે. ન્યૂયોર્કમાં મોટી સંખ્યામાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. અમેરિકામાં વધતા કેસથી ચિંતા વ્યાપી ગઈ છે. અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી તરખાટ મચ્યો છે. ન્યૂયોર્કમાં અસંખ્ય બાળકોને ઓમિક્રોનનો ચેપ લાગતા હોસ્પિટલોમાં ખસેડાયા હતા. તેના કારણે અમેરિકા આખામાં ચિંતા વધી છે. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં કહેવાયું હતું કે ઓમિક્રોનથી બાળકો સંક્રમિત થઈ રહ્યા હોવાથી મોટી સંખ્યામાં તેમને સારવાર અપાઈ રહી છે. ૧૮ વર્ષથી નીચેના બાળકોના સંક્રમણનું પ્રમાણે ચાર ઘણું વધી ગયું હતું. અમેરિકાના હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. અમેરિકામાં એક જ દિવસમાં નવા કોરોનાના કેસ એક લાખની નજીક રહે છે. કુલ કેસ ૫.૩૨ કરોડને પાર થઈ ચૂક્યા છે.

(6:49 pm IST)