Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો

જો કે અડધો કલાક બાદ બચ્ચાને દમ તોડયો

નવી દિલ્હી, તા. ૨૮:. આસામના કછાર જિલ્લાના ગંગાનગર ગામમાં એક બકરીએ માણસ જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો હતો. આ બચ્ચાને બે પગ અને કાન સિવાય બાકીનંુ પુરૂ શરીર માણસ જેવા બાળકનું હતુ. જો કે આ બચ્ચાએ જન્મના અડધા કલાકમાં જ દમ તોડી દીધો હતો.
પશુપાલકે જણાવ્યુ છે કે મારી બકરીએ માણસ જેવા શરીરના બચ્ચાને જન્મ આપ્યો તો અમે જોઈને ચોંકી ઉંઠયા હતા. સમગ્ર ચહેરો કોઈ શિશુ જેવો હતો અને બચ્ચાને પૂંછડી પણ નહોતી. આ સમાચાર ફેલાતા ગામલોકો જોવા એકઠા થયા હતા.  
તસ્વીરમાં જોઈ શકાય છે કે બકરીએ અવિકસીત જીવને જન્મ આપ્યો છે અને તેના ચહેરો માણસ જેવોે જ દેખાય છે. કાળી બકરીના પેટમાંથી ભૂરા રંગના બાળક સમાન બચ્ચુ પેદા થતા ગામલોકોએ માની લીધુ કે એમના કોઈ પૂર્વજે જન્મ લીધો છે. જો કે બચ્ચુ લાંબુ જીવી ન શકયુ તે પછી ગામલોકોએ પારંપરીક રીતરીવાજ અનુસાર તેની દફનવિધિ કરી હતી.

 

(10:28 am IST)