Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

આફ્રિકી દેશ કેમેરૂનમાં ટ્રક સાથે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 37 લોકોના મૃત્યુ:18ની હાલત ગંભીર

નવી દિલ્હી: આફ્રિકાના દેશ કેમેરૂન દેશમાં પશ્ચિમના એક ગામ નેમાલીમાં ટ્રક સાથે બસ આૃથડાતા 37 કરતાં વધુ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા, એમ અિધકારીઓએ કહ્યું હતું. 70 બેઠકોની ક્ષમતા ધરાવતી બસ પશ્ચિમના શહેર ફુમબાનથી યુન્ડે જઇ રહી હતી ત્યારે રસ્તા પર ઊભેલા લોકોને બચાવવા જતાં એક ટ્રક સાથે આૃથડાતા અકસ્માત થયો હતો, એમ એ વિસ્તારના વરિષ્ઠ સરકારી અિધકારી અબસોલમ મોનો વોલોને કહ્યું હતું.

        'માર્યા ગયેલાઓમાં મોટા ભાગના લોકો કાંતો નાતાલની ઉજવણી કરીને નવા વર્ષની ઉજવણી કરવા જઇ રહ્યા હતા કે પછી નવા વર્ષના તહેવારમાં ધંધો કરવા જતા વેપારીઓ હતા.અકસ્માતની જાણ થતાં ગ્રામીણો 60 કરતાં વધુ મુસાફરોને બચાવ કામગીરી કરવા દોડી આવ્યા હતા'એમ તેમણે કહ્યું હતું. તેમના કહેવા અનુસાર બચાવ કામગીરી જારી હોવાથી અને કાટમાળ ખસેડવાનો હોવાથી મૃત આંકડો હજુ વધી શકે છે.

(6:50 pm IST)