Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વિશ્વભરમાં ફેલાયો કોરોના વેક્સિનેશનનો પ્રારંભ:યુરોપના આકાશમાં એક પાયલોટે વેક્સનની સિરિંજની આવૃત્તિ સર્જીને કર્યા સહુ કોઈને ખુશ

નવી દિલ્હી: વિશ્વભરમાં હવે કોરોના વેકસીનેશનનો પ્રારંભ થઈ ગયો છે અને હવે આ સંક્રમણ અંત ભણી છે તેવા સંકેત છે તો અત્યાર સુધી કોરોનાના સંક્રમણ સામે એક એક વ્યક્તિને બચાવવાની કામગીરી કરનાર તબીબી આલમ, કોરોના સામે વેકસીનની શોધ કરનાર વૈજ્ઞાનિકોને સલામી આપવા યુરોપના આકાશમાં એક પાઈલોટે વેકસન સીરીંજની આવૃતિ સર્જીને સૌને ખુશ કરી દીધા હતા. યુરોપીયન દેશમાં વેકસીનેશનનો મોટા પાયે પ્રારંભ થઈ ગયો છે અને તેની પણ ઉજવણી આ આવૃતિ સાથે કરવામાં આવી છે ટ્રેની પાઈલોટ- સામી ક્રેમર એ કહ્યું કે વેકસીનના આગમનની હવે વિશ્વમાં એક નવી આશાનો સંચાર થયો છે અને વધુને વધુ લોકો વેકસીનનો ડોઝ લે તે માટે હું આ જાગૃતિ સંદેશ આપવા માંગુ છું. જર્મનીના એક શહેરના આકાશમાં 126 કીમીની ઉંચાઈએ તેણે વેકસીનની પ્રતિકૃતિ રચી હતી જયારે અન્ય પાઈલોટ, થમ્સઅપ 'સેટ એટ હોમ' અને હેલ્થ સર્વિસનો લોગો પણ સર્જયો હતો.

(6:50 pm IST)