Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

આ છે દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ, જ્યાં તાપમાન હોય છે -૫૬ ડિગ્રીથી નીચે

મોસ્કો તા. ૨૮ : આપણે જોઇએ છીએ કે સમગ્ર વિશ્વમાં એવી અનેક જગ્યા છે કે જે સૌથી વધારે ઠંડી છે. પરંતુ આજે અમે અહીં વાત કરીશું દુનિયાનાં સૌથી ઠંડા સ્થળ વિશેની. કે જેનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જાય છે. આ જગ્યાનું નામ છે યાકૂત્સક.

આ જગ્યા રશિયાની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. ઠંડીની ઋતુમાં આપનાં દેશનું તાપમાન જયાં ૨ કે ૩ ડિગ્રીની આસપાસ થઇ જતું હોય છે તો ત્યાં બીજી બાજુ આ જગ્યાનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે નીચે જતું રહે છે.

રશિયામાં આર્કટિક રેખાથી માત્ર ૪૫૦ કિ.મી દક્ષિણમાં આવેલ આ શહેર લેના નદીનાં કિનારે આવેલું છે. આ જ કારણોસર આ જગ્યાને પોર્ટ સિટીનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

યાકૂત્સ્કની આબાદી અંદાજે ૨,૫૦,૦૦ છે. આ જગ્યાની સ્થાપના આમ તો ૧૬૩૨માં થઇ ચૂકેલ છે પરંતુ ૧૮૮૦ અને ૧૮૯૦ના દશકામાં અહીં મળી આવેલ સોનું અને ખનિજ પદાર્થોનાં ભંડારે આ જગ્યાને વધારે લોકપ્રિય કરી દીધી.

ત્યાર બાદ જ આ જગ્યા પર વસ્તીમાં વધુ આબાદી થવા લાગી. સન ૧૬૩૨માં રશિયાનાં અનેક વિસ્તારોમાં ફેલાવો થયાં બાદ લોકોની વસ્તી અહીં સુધી ફેલાવા લાગી અને ત્યાર બાદ પ્યોત્ર બેકેતોવે અહીં એક કિલ્લાનું પણ નિર્માણ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સ્થળ પર ૧૨મી મેંથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગરમી હોય છે અને આ દરમ્યાન સરેરાશ તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ હોય છે. ૧૭ જુલાઇએ અહીં સૌથી ગરમ દિવસ હોય છે. અહીં શરદીભર્યું વાતાવરણ ૧૮મી નવેમ્બરથી શરૂ થઇને ૧ માર્ચ સુધી રહેતું હોય છે.

આ દરમ્યાન અહીંનું તાપમાન -૨૩ ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે. આ જગ્યા પર ૧૩મી જાન્યુઆરીનો દિવસ સૌથી ઠંડો હોય છે. આ દિવસે વધારેમાં વધારે તાપમાન -૩૬ ડિગ્રી સેલ્સિયસ અને ઓછામાં ઓછું -૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. કયારેક તો તાપમાન -૫૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જતું હોય છે.

(11:46 am IST)