Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઓએમજી......નદીમાં તરતું જોવા મળ્યું 65 ફૂટનું રહસ્યમયી રાક્ષસ: બહાર નીકળ્યું તો જાણીને સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા

નવી દિલ્હી: ચીનની યાંગજી નદીમાં એક રહસ્યમયી કાળા કલરનું ક્રિએચર જોવા મળ્યું છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં  અત્યારસુધીમાં 6 મિલિયમ વ્યૂઝ મળી ચુક્યા છે અને લોકો ખુબજ ઉત્સુકતા થી રહસ્યમય રીતે આ જાનવર વિષે જાણવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ રહસ્યમયી ક્રિએચરને 'પાણીનું રાક્ષસ'કહીને જણાવ્યું છે.

        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુંબઈ પ્રાંતના થ્રિ જોર્જ ડેમમાં લહેરોની વચ્ચે ક્રિએચર જોવા મળ્યું હતું  તેમની લંબાઈ 65 ફૂટની છે. લોકો એવું કહી રહ્યા છે કે વધતા પ્રદૂષણના કારણે આ રાક્ષસનો જન્મ થયો છે  પરંતુ જયારે તેને બહાર કાઢવામાં આવ્યું તો જાણીને સહુ કોઈ અચરજ માં મુકાઈ ગયા હતા આ બીજી કઈ વસ્તુ નહીં પરંતુ  65 ફૂટ લાંબુ એરબેગ નીકળ્યું  આ જાણીને સહુ કોઈને અચરજ થઇ આવી હતી કે જેને તે જાનવર કે રાક્ષસ માની રહ્યા હતા તે માત્ર  એરબેગ નીકળ્યું.

(6:03 pm IST)