Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

યુનાનમાં આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં વેસ્ટ નાઇલ ફીવરના કારણોસર 25 લોકોના મોતથી અરેરાટી: 170 લોકો બીમારીથી થયા સંક્રમિત

નવી દિલ્હી: યુનાનમાં આ વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં વેસ્ટ નાઇલ ફીવરના કારણે 25 લોકો મોતને ભેટ્યા છે તેમજ 170 લોકો આ બીમારીથી સંક્રમિત થયા છે. ગ્રીક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ કેયર પ્રોવિસે  ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે  અઠવાડિયામાં માત્ર 10 લોકોની વેસ્ટ નાઇલ ફીવરના કારણોસર મોત થયા છે. આ વર્ષની શરૂઆતમાં અત્યારસુધીમાં 25 લોકોના મોત થઇ ચુક્યા છે અને 170 લોકો આ બીમારીથી સંક્રમિત થયા છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્ષ 2010માં પ્રથમવાર યુનાનમાં પ્રથમવાર વેસ્ટ નાઇલ ફીવરની શોધ થઇ હતી અને 2010થી 2014 દરમ્યાન આ બીમારીથી દેશ આંખમાં 80 લોકો મોતના મોઢામાં ધકેલાયા હતા અને વર્ષ 2017માં આ બીમારીના કારણોસર પાંચના મોત નિપજ્યા હતા.

(6:01 pm IST)