Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

રાશિ ઉપરથી જાણો તમારી સૌથી મોટી ખૂબીઓ અને ખામીઓ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી કોઈ પણ વ્યકિતની રાશી ઉપરથી તેના સ્વભાવની માહિતી મેળવી શકીએ છીએ. આપણા બધામાં કોઈને કોઈ વિશેષતા હોય છે અને કોઈક ખામી હોય છે, કોઈ પણ વ્યકિત પરફેકટ નથી. આજે આપણે જોઈશું કે દરેક વ્યકિતની રાશી ઉપરથી તેની વિશેષતાઓ અને ખામી.

 મેષ રાશિ- મેષ રાશિના લોકો સ્વભાવથી થોડાં બોલકા અને હસમુખા હોય છે. તેઓ પોતાનું કામ ખૂબ જ ઈમાનદારી સાથે કરે છે. કોઈના દબાણમાં આવીને કામ કરવું તેમને પસંદ નથી. તેઓ ખૂબ જ જવાબદારી વાળા લોકો હોય છે. અને તેઓ ખૂબ જ માસુમ હોય છે એટલા માટે અન્ય લોકોની વાતોમાં આવી જાય છે. તેમની મોટી ખામી છે. યાદ રાખો બીજાના ઉપર ભરોસો કરવો ખૂબ જ સારી વાત છે કેમકે દરેક સંબંધ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમાં વિશ્વાસનો પાયો ખૂબ મજબૂત હોય છે, પરંતુ કોઈના ઉપર એટલો પણ જલદી ભરોસો ન કરો કે તેઓ વિર્વાસ તોડે જેથી તમે દુઃખી થાવ.

 વૃષભ રાશિ- વૃષભ રાશિના લોકો ખૂબ જ મહેન્તુ અને વિશ્વાસપાત્ર હોય છે. આ લોકો પર આસાનીથી આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે. દુનિયામાં તેમના માટે શું વિભારે છે, તેનાથી તેમને કોઈ જ ફર્ક પડતો નથી. કેમકે તે એકદમ મસ્ત મોલા માણસ હોય છે. કોઈપણ વ્યકિત તેમની વાતને દબાવે તે તેમને બિલકુલ પસંદ નથી. યાદ રાઅવું કે હંમેશા તેમ જ સાચા હોય તેવું જરૂરી નથી, બીજાને પણ બોલવાનો મોકો દેવો  જોઈએ.

 મિથુન રાશિ- મિથુન રાશિના લોકો ખૂબ જ ખુશ મિજાજ અને મિલનસાર સ્વભાવના હોય છે. તેમની બોલવાની રીત ખૂબ જ એટ્રેકિટવ હોય છે, તેમને પોતાના બોલવા માત્રથી કોઈપણ નું દિલ જીતા આવડે છે. ખુશમિજાજી સ્વભાવને કારપે તેમના મિત્રોની સંખ્યા ખૂબ વધારે હોય છે. પોતાના મિત્રો માટે તે કંઈ પણ કરી છુટવા તૈયાર હોય છે, તે તેમની સૌથી મોટી ખામી છે. યાદ રાખો કે જે સમયે એકવાર હાથમાંથી જ ચાલ્યો જાય છે તે કયારેય પણ પાછો નથી આવતો સમયનું મહત્વ સમજવું

 કર્ક રાશિ- આ રાશિના લોકો ખૂબ જ ઈમોશનલ હોય છે તે પોતાની સાથે પોતાના પરિવારના લોકોની જરૂરિયાતો સમજે છે અને તેને પૂરી કરે છે તેઓ ઈચ્છે છે. ભલે તેઓ પરિવારના જેમ પોતે બધી જ જવાબદારી નિભાવે છે. તેઓ પોતાની વાત કોઈની સાથે શેક કરવાનું પસંદ કરતા નથી. તે ખૂબ જ નાની નાની વાતોને પણ દિલથી લગાવી બેસે છે. તેને કારણે તેમના સગા મિત્રો પણ દુઃખી થાય છે.

 સિંહ રાશિ- સિંહ રાશિના લોકો સ્વભાવથી નિડર હોય છે. તેમને દુનિયાની કોઈ ચિંતા હોતી નથી. તેઓ ખાલી પોતાની જીંદગી પોતાના સુધી સીમિત રાખે છે. આ લોકો દરેક પરિસ્થિતિમાં પોતાનું સાહસ પણ નથી ગુમાવી બેસતા. તે દરેક સમસ્યાનો સામનો ખૂબ જ હિંમતથી સામનો કરે છે, અને તેનો ઉપાય શોધી કાઢે છે. તેમનો સ્વભાવ ખૂબ જ ખર્ચીલો હોય છે, જે તેમની મોટામાં મોટી ખામી છે. તેઓ ખુલ્લા હાથે પૈસા ખર્ચ કરે છે, અને તેમના ખર્ચા પણ ખૂબ વધારે હોય છે.

 કન્યા રાશિ- આ રાશિના લોકો પોતાના દરેક કામમાં પરફેકશન માંગે છે. આ લોકો ભાગ્યથી વધારે પોતાની મહેતન પર વિશ્વાસ કરે છે. મહેનતના દમ ઉપર દરેક મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમની મોટામાં મોટી કમી છે ગુસ્સો. ઘણી વાર તો તે ખૂબ જ નાની નાની વાતમાં મોટો ગુસ્સો કરી બેસે છે. અને ગુસ્સામાં કોઈની પણ વાત સાંભળવા રાજી હોતા નથી. જોેકે તેમનો ગુસ્સો ખૂબ જ ટૂંકા સમય માટે હોય છે.

 તુલા રાશિ- આ રાશિના લોકો ખૂબ જ જવાબદાર વ્યકિત હોય છે. તેઓ પોતાની નાની ઉંમરથી જ જવાબદારીઓ સમજવા લાગે છે. અને પોતાના પરિવાની તરફ તમનો ઝુકાવ હોય છે પોતાના પરિવાની જરૂયાતો પૂર કરવા માટે પોતાની જીંદગીમાં ખૂબ જ પ્રયાસ કરે છે. આટલું જ નહિં પરંતુ, ઘણીવાર ો બીજાને ખુશ કરવા માટે પોતાની લાઈફ ની ખુશીઓનું પણ બલિદાન આપી દે છે. અને તેમને બદલામાં એવું નથી મળતું એટલા માટે ખૂબ જ દુઃખી થઈ જાય છે. તમારે તમારી ખુશી અને બીજાની ખુશી વચ્ચે અંતર સમજવાની જરૂર છે.

ઙ્ગધન રાશિ- ધન રાશિના લોકો હસમુખા અને મસ્ત મલોા સ્વભાવના હોય છે. તેમને ફરવાનું ખૂબ જ ગમે છે. દોસ્તો સાથે પાર્ટી કરવાનું ખૂબ પસંદ હોય છે. આ લોકો કોઈ પણ સંબંધ  ખૂબ જ લાંબા સમય સુધી ન સાચવી રાખે છે. અને તેઓ ખૂબ જ ધ્યાન રાખનારા હોય છે. નાની નાની વાતોને પણ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારે છે જે તેમની મોટામાં મોટી ખામી છે, અને વાત બગડી ના પણ હોય તો પણ તેના ઉપર ચિંતન કરીને ચિંતિત થાય છે.

 મકર રાશિ- મકર રાશિના લોકો શાંતિપ્રિય અને મહેનતુ હોય છે, તેઓ એકલા ચાલવા માં નહિં પરંતુ બધાને સાથે લઈને ચાલવા માં માને છે. તેઓ બધા જ સંબંધ ખૂબ જ ઈમાનદારીથી નિભાવે છે. તેમની મોટામાં મોટી ખામી એ છે કે તે લોકોની વાતોમાં જલ્દી આવી જાય છે. અને લોકો ઉપર જલ્દી ભરોસો કરવો તમારી સૌથી મોટી ખામી છે.

 કુંભ રાશિ- કુંભ રાશિના જાતકો ખૂબ જ બુદ્ધિમાન અને વ્યવહારમાં કુશળ હોય છે. ત.મને કુદરત સાથે પ્રેમ હોય છે, તેઓ પોતાના જીવનમાં હંમેશા સ્વતંત્ર રહેવાનું વિચાર છે. તેઓ મોટમાં મોટી સમયસ્યા ને પણ ધીરજ સાથે ઉકેલી લે છે.  તેમને એ લોકોથી ખૂબ જ નફરત હોય છે, જે લોકોના પોતાના વચન ઉપર સ્થિર રહેતા નથી. તમે આવા જ ખૂબ જ જલ્દી સમજી જાઓ છો કે દરેક વ્યકિત પોતાના વચનનું કટિબદ્ધ હોતું નથી, અને દરેકનો સ્વભાવ પણ બદલી શકાતો નથી.

 મીન રાશિ- મીન રાશિના લોકોનો વ્યવહાર ખૂબ જ મિત્રતાપૂર્ણ હોય છે. તેનાથી તેઓ પોતાના કાર્યાલય અને આસપાસના લોકો સાથે ખૂબ જ સારી ઈમેજ બનાવીને રાખે છે. આ લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. ખોટો દેખાડો કે ચાલાકી તેમને જરા પણ પસંદ નથી. તેમનુંઙ્ગસૌથી મોટી ખામી તેમનો ભાવુકતા ભર્યા સ્વભાવ છે. આ સ્વભાવને લીધે ખોટા ખાંસુઓ ઉપર પણ ખૂબ જ જલ્દી વિશ્વાસ કરી લે છે.

(9:39 am IST)