Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

માલિકની વ્હીલચેર પુશ કરતા ડોગીએ લોકોનાં દિલ જીતી લીધાં

લંડન તા.૨૩:બે દિવસ પહેલાં ફેસબુક પર રેવિલા નામની એક સ્ટુડન્ટે એક વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં વ્હીલચેરમાં બેઠેલા માલિકને તેનો વફાદાર કૂતરો મદદ કરે છે. વ્હીલચેરને પાછળથી ધક્કો મારીને માલિકને રસ્તા પર સફર કરવાનું આસાન બનાવવા માટે તે બનતી તમામ મદદ કરે છે. ઘટના ફિલિપીન્સની છે અને વ્હીલચેરમાં બેઠેલા ડેનિલો એલાર્કો નામના ભાઇ ૪૬ વર્ષના છે અને એક વર્ષ પહેલાં મોટરસાઇકલનો એકિસડન્ટ થતાં સ્પાઇનલ ઇન્જરીને કારણે હાથપગ લકવાગ્રસ્ત થઇ ગયાં છે. છેલ્લા એક વર્ષથી તેમનો ડિગોન્ગ નામનો પાળેલો ડોગી ડેનિલોની સાથે પડછાયાની જેમ રહેવા લાગ્યો છે. વિડિયોમાં ડિગોન્ગ પોતાનું માથું નીચે નમાવીને વ્હીલચેરને પાછળથી પુશ કરતો દેખાય છે. સોશ્યલ મીડિયામાં પણ ડિગોન્ગ હીરો થઇ ગયો છે. કેટલાક યુઝર્સનુ઼ કહેવું છે કે આ વિડિયો સાર્થક કરે છે કે ડોગ ઇઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ

(12:14 pm IST)