Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ટ્રમ્પે રોકીની તસ્વીર પર પોતાનો ચહેરો લગાવ્યો : ટ્વિટર પર લોકોએ મજા લીધી

કેટલાકે એવી કોમેન્ટ કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ ફોટોશોપના માસ્ટર બની ગયા છે

ન્યુયોર્ક તા ૨૮  : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના ટ્વિટના કારણે ટ્રોલ થઇ રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે બોકસર રોકી બાલ્બોઆની તસ્વીર પર પોતાનો ચહેરો લગાવ્યો છે.

બોકસર રોકી બાલ્બોઆની ફોટોશોપ કરાયેલી આ તસ્વીરને ટ્વિટ કરીને કોઇ કેપ્શન લખ્યું નથી. આ તસ્વીર તેની રોકી થર્ડના અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોનની છે. તે ફિલ્મમાં બોકસર રોકી બાલ્બોઆ બન્યો હતો. આ ફિલ્મ ૧૯૮૨માં રિલીઝ થઇ હતી. હોલિવૂડમાં આ ફિલ્મે ખુબ જ ધૂમ મચાવી હતી. કેટલાક લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ફોટોશોપના માસટર બની ગયા છે. તેમને પોતાની તસ્વીરોને આ રીતે રજુ કરવામાં શું મજા આવે છે ? કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ શરમજનક છે. રોકીએ રશિયાને હરાવ્યું હતું, પરંતુ ટ્રમ્પ રશિયાને જીતવા દેશે.

એક ટ્વિટર હેન્ડલરે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તસ્વીરને પોસ્ટ કરતાં લખ્યું છે કે અસલી રાષ્ટ્રપતિને ફોટોશોપ કરવાની જરૂર પડતી નથી.

(4:05 pm IST)