Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ઇંગ્લેન્ડના સ્ટોરમાં એક રખડતી બિલાડીને પ્રવેશબંધી અપાતાં અનેક ગ્રાહકોએ સ્ટોરનો જ બહિષ્કાર કર્યો

લંડન તા.ર૮ : ઇંગ્લેન્ડની નારફોક કાઉન્ટીના નોર્વિચ શહેરના ટેસ્કો સ્ટોરમાં નિયમિત જતી 'પમ્પકીન' નામની બિલાડીના ચાહકો પણ ઘણા હતા.એ બિલાડી કામકાજમાં અડચણરૂપ બનીને પરેશાન કરતી હોવાનો આરોપ મુકીને એને સ્ટોરમાં પ્રવેશબંધીનું ફરમાન કરવામાં આવ્યું હતું. એ ફરમાનની બિલાડીના ચાહક બનેલા સ્ટોરના ગ્રાહકો પર ગંભીર અસર થઇ હતી. સંખ્યાબંધ ગ્રાહકોએએ ફરમાનના વિરોધમાં સ્ટોરનો બહિષ્કાર કર્યો ત્યારે એના મેનેજમેન્ટને આશ્ચર્ય થયું હતું. આ બહિષ્કાર પાછળનો રોષ અને 'પમ્પકીન' પ્રત્યેનો પ્રેમ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પણ વ્યકત કરવામાં આવે છે.

સ્ટોરના મેનેજર એન્ડ તાબિનેરે જણાવ્યું હતું કે 'આ અમારા સ્ટોરમાં પાળવામાં આવેલી બિલાડી નથી. એફકત રેગ્યુલર વિઝટર છે. સ્ટોરમાં રખડતાં પશુઓને આવવા ન દેવાય. બધા સ્ટોર્સનીએ નીતિ હોય છે. અમે એ બિલાડીને અંદર આવતી રોકવા અનેબહાર કાઢવા માટે બનતું બધું જ કરીએ છીએ. આ બિલાડી અમને પણ વહાલી છે, પરંતુ સ્ટોરનાં કામકાજમાં અવરોધ નિવારવા એને બહાર કાઢવી પડે છે.બિલાડી જયારે અંદર આવવાનો પ્રયાસ કરે ત્યારે અમારા સ્ટાફર્સ એને બહાર મોકલે છે.'

(11:35 am IST)