Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મૃત્યુ પછી ડોકટર તમને ડેડ જાહેર કરે એ તમે પણ સાંભળી શકો છો

નવી દિલ્હી, તા. ર૮ : જે જીવ પૃથ્વી પર જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જોકે મૃત્યુ પછી શું થાય છે એનું રહસ્ય અકબંધ છે. આ રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો મૃત્યુ પામીને જીવતા થયા હોય એવા લોકો પર અભ્યાસ કરી રહ્યા છે. આવા જ એક અભ્યાસ દરમ્યાન વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે મૃત્યુ પછી અમુક કલાકો સુધી તમારૂ મગજ ચાલતું હોય છે. તમારી પલ્સ બંધ થયેલી જોઇને ડોકટરો તમે મરી ગયા છો એવું જાહેર કરે એ તમે સાંભળી શકો છો. અભ્યાસકર્તાઓએ જેમનું કાર્ડીએકટ અરેસ્ટને કારણે હૃદય બંધ પડી જવાને કારણે થોડીક ક્ષણો માટે મૃત્યુ પામ્યા હોય એવા દરદીઓનો સ્ટડી કર્યો છે. આ એવા દરદીઓ હોય છે જેમને ડોકટરોએ મૃત ઘોષિત કર્યા પછી પણ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન આપીને ફરીથી જીવતા કર્યા હોય.  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હૃદય ધબકતું બંધ થઇ જાય છે, પરંતુ મગજમાં થોડાક કલાકો સુધી ચેતના રહે છે તેનું એચતન શરીર તે જોઇ શકે છે પણ ફીલ નથી કરી શકતો. તેને ડોકટરો અને નર્સો દ્વારા થતી દોડધામનો આભાસ થાય છે. જોકે આ અભાસ અને મગજની ચેતનતા કેટલા કલાકો સુધી ટકે છે એ વિશે હજી સુધી કોઇ અંદાજ નથી આવ્યો.

(3:32 pm IST)