Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

યુ-ટયુબની મોટી ભેટ : હવે ફ્રીમાં જોઇ શકશો નવી ફિલ્મો અને શો

ફ્રી સર્વિસ નવા વર્ષથી થશે શરૂ

નવી દિલ્હી તા. ૨૮ : દુનિયાભરમાં Youtube સૌથી પસંદ કરવામાં આવતી વીડિયો સોશિયલ સાઇટ છે, જયાં નેટફિલકસ અને અમેઝોન પ્રાઇમ જેવી સાઇટ્સ રૂપિયા લઇને તમને વીડિયો દેખાડે છે. એવામાં Youtube એક એવી સાઇટ છે જે તમને ફ્રી માં સેવા આપવા જઇ રહ્યું છે. જી હાં હવે તમારી Youtube  પર વીડિયો જોવા માટે પૈસા આપવાની જરૂર નથી, કારણ કે કંપની ફ્રી માં નવી ફિલ્મો અને શો દેખવાવી તક આપવા જઇ રહી છે. સાથે જ આ દરમિયાન તમને કોઇ પણ જાહેરાત દેખાડવામાં આવશે નહીં.ઙ્ગ

Youtube  પોતાની ફ્રી સર્વિસ નવા વર્ષથી શરૂ કરવાની છે. એટલે કે ૨૦૧૯થી એકસકલૂસિવ વીડિયો અને શો માં રૂપિયાનો ખર્ચ કર્યા વગર જોઇ શકો છો. હાલ Youtube પર ફિલ્મ અને શો જોવા માટે રૂપિયા આપવા પડશે. સાથે જ એવી માહિતી પણ મળી છે કે Youtube જલ્દીથી અમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફિલકસની જેમ પોતાના શો ને પણ યૂઝર્સ માટે પેશ કરવાની છે.ઙ્ગનોંધનીય છે કે ૩૦ વર્ષ પહેલા Youtube એ પેડ સર્વિસ શરૂ કરી હતી જે ૨૯ દેશોમાં ચાલી રહી છે. જો કે Youtube પાસે કેટલા પેડ સબ્સક્રાઇબર છે એની કોઇ જાણકારી નથી.

Youtubeની સર્વિસ ફ્રી થવાથી અમેઝન પ્રાઇમ વીડિયો અને નેટફિલકસ જેવી વીડિયો સ્ટ્રિમિંગ સાઇટને મુશકેલી થઇ શકે છે. કારણ કે Youtube ના યૂઝર્સની સંખ્યા આ વીડિયો સ્ટ્રીમિંગ કરતાં ગણી વધારે છે. તાજેતરમાં જ Youtube એ કહ્યું હતું કે એ વીડિયોની વચ્ચે ચાલી રહેલી જાહેરાતને જલ્દી ખતમ કરી દેશે. એવામાં યૂઝર્સને ખૂબ લાભ મળવાનો છે.

(3:31 pm IST)