Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

બ્રાઇડ જોઇ શકતી નહોતી એટલે ૫૪ મહેમાનોએ પણ લગ્ન દરમ્યાન પોતાની આંખે પાટા બાંધી દીધા

કવીન્સલેન્ડ તા.૨૮: અમેરિકાના કવીન્સલેન્ડ રાજયના મેલની ટાઉનમાં એક અનોખા લગ્ન થયાં. ૩૨ વર્ષની સ્ટેફની એગ્ન્યુનાં લગન રોબી કેમ્પબલ નામના યુવક સાથે થયાં. સ્ટેફનીને બાળપણથી કોન-રોડ ડિસ્ટ્રોફીની સમસ્યા હતી એને કારણે તે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે જ તેનું વિઝન ચાલી ગયેલું. તેને થોડોક પ્રકાશ અને એમાં ડાર્ક રંગના શેપ્સ સળવળી રહયા હોય એટલું જ દેખાય છે. સ્ટેફનીએ રોબીને પણ જોયો નથી. દિવસના ઉજળા પ્રકાશમાં તેને રોબી પણ કાળા ઓળા જેવો લાગે છે અને તેના કદાવર શરીરને સ્પર્શીને તે છ ફુટ ચાર ઇંચનો છે એટલું તે જાણી શકી છે. ગયા અઠવાડિયે તેમનાં લગ્ન થયાં ત્યારે ખૂબ હદયસ્પર્શી ઘટના ઘટી. જેમ સ્ટેફની માત્ર અવાજ અને સ્પર્શથી જ આ આખીયે ઘટના ફીલ કરવાની છે એમ લગ્નમાં હાજરી આપવા આવેલા ૫૪ મહેમાનોએ પણ પોતાની આંખે પટ્ટીઓ બાંધી દીધી હતી. સ્ટેફનીને દ્રષ્ટિ વિના આ સમારંભમાં કેવું ફીલ થતું હશે એ તેમણે જાતે થોડાક સમય માટે પટ્ટીઓ બાંધીને ફીલ કર્યું હતું.

(3:26 pm IST)