Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

કસરત કરવાનો સ્ટેમિના વધારવો હોય તો વિટામિન -D લો

લંડન તા.૨૮: સામાન્ય રીતે જેમનું હાર્ટ નબળું હોય છે તેઓ થોડીક કસરત કરવાથી પણ થાકી જાય છે. જો કે હદયની ક્ષમતા વધારવા માટે નિયમિત કસરત કરવાનું પણ જરૂરી છે. બીજા એક અભ્યાસમાં કહેવાયું છે કે હાર્ટ-ડિસીઝનું જોખમ ઘટાડવું હોય તો પુરતી માત્રામાં વિટામીન-ડી શરીરને મળે એ જરૂરી છે. આ બન્ને બાબતો વચ્ચેનો તાળો મેળવીને બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે કસરત કરવાની ક્ષમતા વધારવામાં પણ સૂર્યપ્રકાશમાંથી મળતું આ વિટામીન કામનું છે. વિટામની-ડી એ વિટામીન પણ છે અને હોર્મોન પણ. એનાથી કેલ્શિયમ અને ફોસ્ફેટ ખનીજનું લોહીમાં પ્રમાણ જળવાય છે. આ બન્ને ચીજો હાડકાં અને દાંત બનવામાં ખૂબ જ ઉપયોગી છે. બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે વિટામીન-ડી કોર્ટિઝોલ તરીકે જાણીતું  સ્ટ્રેસ-હોર્મોન બનાવવા માટે જરૂરી ઓન્જાઇમરને બ્લોક કરી દે છે. એને કારણે સ્ટ્રેસ-હોર્મોન ઓછું પેદા થાય છે અને વ્યકિતની કસરત કરવાની ક્ષમતા સુધરે છે, કસરતના ફાયદા સરળતાથી ફીલ થાય છે અને સ્ટ્રેસ-હોર્મોનનું પ્રમાણ ઘટતુ હોવાથી ફ્રેશ ફીલ થાય છે.

(3:25 pm IST)