Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મમ્મીનું વજન વધારે હોય તો તમારાં કિશોર વયનાં સંતાનોના વજન પર પણ અસર પડશે

લંડન તા ૨૮ : માતા-પિતાના જનીનગત બંધારણની બાળકના શારીરિક વિકાસ પર સીધી અસર થતી હોય છે. જોકે એ ઉપરાંત પણ મમ્મીનું વજન બાળકના વજન પર અનેક રીત ેઅસરકર્તા કોય છે. નોર્વેની યુનિવર્સિટીના નિષ્ણાંતોના કહેવા મુજબ પેરેન્ટ્સની હેલ્થ અને લાઇફ-સ્ટાઇલની બાળકના વજન અને વર્તન બન્ને પર અસર પડે છે. ખાસ કરીને મમ્મી કેવી લાઇય-સ્ટાઇલ ધરાવે એ વિકસી રહેલા બાળકના ગ્રોથ પર ચોખ્ખી અને સીધી અસર પાડે છે. જો મમ્મીનું વજન હોવું જોઇએ એના કરતાં ખુબ ઓછુ હોય તો એ પણ બાળકના વજન અને વિકાસમાં અવરોધરૂપ રહે છે અને જો વજન ખુબ વધારેહોય તો કિશોરાવસ્થા સુધીમાંબાળકનું વજન પણ વધી જાય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે ટીનેજ ઓબેસિટી ઘટાડવા માટે મમ્મીઓએ પણ વજન ઘટાડવાની જરૂર છે. પિતાના વજન વધવા કે ઘટવા સાથે બાળકના વજન પર સીધી અસર જોવા નથી મળતી.અભ્યાસમાં ૪૪૨૪  બાળકો અનેતેમના પેરેન્ટ્સનો ડેટા એકત્ર કરવામાંઆવ્યો હતો. બાળક શું ખાશે, શું રમશે, કયારે સૂશે, કયારે જમશે એ બધુ જમોટા ભાગે મમ્મીની ચોઇસમુજબ થતું હોય છે એટલે મમ્મીની પસંદગીઓ હેલ્ધી હોય એ જરૂરી છે.

(3:25 pm IST)