Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

શિયાળો એટલે તંદુરસ્તી વધારવાની ઋતુ : બદામના નાના ભાઈ મગફળીના દાણાના સથવારે તંદુરસ્ત રહો

સ્વાદ અને ગુણોથી ભરપુર મગફળી મગજ તેજ કરે છે અને હૃદયને પણ તંદુરસ્ત રાખે છે

તમે જેને મગફળી કહો છો, તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે. સ્વાદ અને ગુણોથી ભરપુર મગફળી મગજ સતેજ કરે છે અને હૃદયને પણ તંદુરસ્ત રાખે છે. કારણ કે તેમાં મિનરલ્સ, ન્યુટ્રીએન્ટ્સ, વિટામીન-બી કોમ્પ્લેક્ષ, નિયાચિન, રિબોફલેવિન, થિયામિન, વિટામીન-બી6 અને વિટામીન-બી9 જેવા પોષકતત્વો ભરપુર માત્રામાં હોય છે.

ડાયાબીટીસ રાખે નિયંત્રીત : દરરોજ મગફળી ખાવાથી ડાયાબીટીસ થવાની સંભાવના ૨૧ ટકા ઓછી થઈ જાય છે. મગફળીમાં રહેલ મેગેંનીઝ નામનું તત્વ શુગર નિયંત્રીત કરે છે. તે શરીરમાં કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે અને મેટાબોલિઝમ વધારે છે.

મસલ્સ : જો તમારૂ શરીર નબળુ છે અને તમારી કમજોર માંસપેશીઓને કારણે સારો લુક મળતો નથી. તો દરરોજ પલાળેલી મગફળીનું દૂધ સાથે સેવન કરો. ધીમે-ધીમે તમારા મસલ્સ વધવાના શરૂ થઈ જશે.

કેન્સરથી બચાવ : એન્ટી-ઓકિસડેન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝીંક શરીરને કેન્સર સેલ્સ સામે લડવામાં મદદ કરે છે. તેથી દરરોજ મગફળીનું સેવન કરવુ જોઈએ.

બ્લડ સર્કુલેશન : તે શરીરમાં ગરમાહટ લાવે છે. જેના કારણે બ્લડ સર્કુલેશન સારૂ બની રહે છે અને તેનાથી હૃદય પણ સ્વસ્થ રહે છે. હાર્ટ એટેક અથવા હૃદય સંબંધી બિમારીઓનું જોખમ ઓછુ થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક : ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખૂબ જ ફાયદાકારક હોય છે. તે ગર્ભમાં ઉછરી રહેલ બાળકના વિકાસ માટે ફાયદાકારક છે.

વજન : તેમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. તે એનર્જીનો સારો એવો સ્ત્રોત છે. તેથી મગફળી ખાવાથી ઝડપથી ભુખ લાગતી નથી. તેથી વજન નિયંત્રિત રાખવા મગફળીનું સેવન કરવુ જોઈએ.

તનાવથી રાહત : ડીપ્રેશનથી બચવા અને ઉપચારમાં મગફળીનું સેવન સારૂ છે. મગફળીમાં ટ્રિપટોફાન નામનું એમિનોએસિડ હોય છે. જે મુડ સુધારનાર હાર્મોન સેરોટોનિનનો સ્ત્રાવ વધારે છે. જેનાથી મુડ સારૂ બને છે અને મન શાંત થાય છે.

યાદશકિત વધારે : મગફળીમાં રહેલ વિટામીન-બી3 મગજની પ્રક્રિયા તેજ કરે છે અને યાદશકિત વધારે છે. તેના સેવનથી મગજ સ્વસ્થ અને તેજ બને છે.

 

(10:17 am IST)