Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

થાઈલેન્ડમાં બની વિચિત્ર ઘટના:કામ કરતા કારીગરનું દોરડું કાપી નાખવામાં આવ્યું

નવી દિલ્હી: થાઈલેન્ડમાં બનેલી વિચિત્ર ઘટનાએ સમગ્ર દુનિયાના લોકોને ચોંકાવી દીધા છે. અહીં એક ટાવર પર બિલ્ડીંગની તિરાડ રીપેર અને પેઈન્ટીંગ કરવા માટે લટકેલા 2 કારીગરનું દોરડું કાપી દેવાની ઘટનાથી સનસનાટી મચી ગઈ હતી અને આ બંને કારીગરનો જીવ જોખમમાં મૂકાયો હતો. સદનસીબે, બિલ્ડીંગમાં રહેતા એક કપલે આ કારીગરોની મદદ કરતા તેમનો જીવ બચ્યો હતો. ઘટનાની મળતી વિગતો મુજબ, આ કારીગર રીપેરીંગ કામ માટે 32મા માળથી દોરડાની મદદથી નીચે લટક્યા હતા અને કામ કરતા તેમની નીચે નજર પડી તો જાણવા મળ્યું કે, 21મા માળની વિન્ડો ખુલ્લી છે અને તેમાંથી કોઈ દોરડાને કાપી રહ્યું છે. આ બાદ, વિકટ પરિસ્થિતિમાં મૂકાયેલા આ બંને કારીગરોએ લોકોને મદદ માટે અરજ કરી હતી અને તેઓ આખરે 26મા ફ્લોર સુધી લટકીને રહ્યા હતા જ્યાં એક કપલે તેમને ટેકો આપી તેમની મદદ કરી હતી. આવી અચરજ પમાડે તેવી ઘટનાને અંજામ આપનાર યુવતીએ પહેલા તો આ ઘટનામાં તેનો કોઈ હાથ નહિ હોવાની રજૂઆત કરી હતી. પરંતુ, સ્થાનિક અખબારોનું માનીએ તો આ મહિલાના રૂમ આગળ આ કારીગરો દોરડાની મદદથી પહોંચતા તે અકળાઈ હતી અને તેની પ્રાઇવસીમાં ખલેલ પહોંચવાના કારણે તેને આ વિકૃત કૃત્યને અંજામ આપ્યો હતો.

(5:26 pm IST)