Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ચીનના તેલ ક્ષેત્રમાં વિસ્ફોટની ઘટના: 5ના દર્દનાક મૃત્યુ: અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ચીનના ઉત્તરી પશ્ચિમી શાકશી પ્રાંતના એક તેલ વિસ્તારમાં વાહન પર તપાસ ઉપકરણોમાં થયેલ વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ થયા છે તેમજ અન્ય પાંચને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. હુનાન પ્રાંતની એક પ્રોધોગિકી કંપની યાનચંગ કાઉંટી શહેરમાં તપાસ ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તપાસ દરમ્યાન અગમ્ય કારણોસર વિસ્ફોટ થઇ  ગયો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ થયા છે. તેમજ અન્ય પાંચને ઇજા પહોંચી હોવાનું  જાણવામાં આવી રહ્યું છે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:17 pm IST)