Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

લિબિયા: અમેરિકી હવાઈ હુમલામાં આઇએસના 17 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમી લીબિયામાં હવાઈ હુમલામાં ઇસ્લામિક સ્ટેટ આઇએસના 17 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અમેરિકા આફ્રિકા કમાંડે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારની સાથે સમન્વયમાં હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

                એક સ્થાનિક સમાચાર સરકારી એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લિબિયા સરકારના સાથ અને રાષ્ટ્રીય સમન્વયમાં અમેરિકા આફ્રિકા કમાડે  દક્ષિણ પશ્ચિમ લીબિયામાં હવાઈ હુમલો કરીને  આઈએસ-આઈએસ-લીબિયાના આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે અને  તે પૈકી 18 મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:27 pm IST)