Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અફઘાનિસ્તાનમાં મતદાન કેન્દ્રની બહાર વિસ્ફોટની ઘટના: 15 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શનિવારના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલ મતદાન કેન્દ્રની બહાર શહેરના દક્ષિણી વિસ્તારમાં એક મતદાન કેન્દ્રની બહાર થયેલ વિસ્ફોટની ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

               સ્થાનિક પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કંધાર શહેરમાં એક મતદાન કેન્દ્રની બહાર થયેલ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત 15 લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:24 pm IST)