Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દુનિયાના સૌથી વયસ્ક હેરડ્રેસરનું ૧૦૮ વર્ષે અવસાન થયું

ન્યુયોર્ક, તા. ર૮ : કેટલાક લોકો ૬૦ વર્ષે નિવૃત્તિ લઇને પગ વાળીને બેસવાનું પસંદ નથી કરતા પણ જીવનભર પોતાને મનપસંદ કામ કરતા રહે છે. અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા એન્થની મેનકિન્લીએ જીવ્યા ત્યાં સુધી પોતાનું ગમતું કામ કર્યું હતું. ર૦૧૮માં એન્થનીનું નામ સૌથી ઉંમરલાયક પ્રોફેશનલ તરીકે સિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. તેમણે ૧ર વર્ષની ઉંમરે વાળંદ તરીકે વાળ કાપવાનું કામ શીખ્યું હતું અને ભણવાનું પણ છોડી દીધેલું. ત્યારથી તેણે હેર-ડ્રેસર તરીકે કામ શરૂ કર્યું હતું જે મરતા સુધી ચાલુ રાખ્યું હતું. ૧૯૩રમાં બાર્બર બનીને કામ શરૂ કર્યું હતું અને એ કામમાંથી કયારેય નિવૃત્ત થયા નહોતા. સમયની સાથે તેણે હેરડ્રેસિંગની નવી-નવી સ્ટાઇલ અને ટ્રેન્ડ પણ સ્વીકારીને પોતાનાી જાતને અપડેટ રાખી હતી. જીવનની સેન્ચુરી પૂરી થયા પછી પણ તેણે પોતાના સેર્લોમાંથી રજા નહોતી લીધી. લગભગ ૯૬ વર્ષની પ્રોફેશનલ કરીઅરમાં તેમણે એક જ પરિવારની ચાર પેઢીના વાળ કાપ્યા છે અને એ ન્યાયે તેઓ સૌથી લાંબી કરીઅર અને સૌથી વયસ્ક વર્કીંગ વ્યકિતનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા હતા.

(11:11 am IST)