Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આ દિવસે રજૂ થશે વિશ્વની સૌપ્રથમ ઊડતી કાર

નવી દિલ્હી:હેંગઝોઉ- દુનિયાની સૌ પ્રથમ ઉડતી કાર ટેરાફુરિઓ ટ્રાન્ઝિશન એ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના સ્નાતકોએ દ્વારા બનાવવામાં આવી છે તે બજારમાં આવતા મહિને મુકવામાં આવે તેવી સંભાવના છે.

ચાઇના બેઝ આ કંપનીએ પહેલી કલ્પના કરી હતી કે તે ઉડતી કાર બનાવશે. આકાશમાં ઉડતી કારની વૈજ્ઞાનિક કલ્પના ખરેખર શક્ય બની છે. આ એવી કાર છે કે જે વિમાન જેવી લાગે છે જેને માર્ગ કે હાઇવે પર ચલાવી શકાય છે તેમજ આકાશમાં ઉડાવી શકાય છે.

કંપનીએ પહેલાં આ ઉડતી કાર 2019માં શરૂ થશે તેમ કહ્યું હતું પરંતુ હવે ટેરાફુગિયા ટ્રાન્ઝિશને લોંચિંગ પહેલાં તેના ઓર્ડર લેવાનું શરૂ કર્યું છે. આ કારની ખાસિયત એ છે કે તે ડ્રાઇવિંગ ઉપરથી ફ્લાઇંગ મોડમાં લઇ જવી હોય તો એક મિનિટ થાય છે.

(6:11 pm IST)