Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ત્રણ વર્ષ પછી ગ્રીસમાં આ મર્યાદા સમાપ્ત થશે

નવી દિલ્હી :ડેટ ક્રાઈસિસને કારણે ત્રણ વર્ષ અગાઉ ગ્રીસમાં સરકારે બેન્કમાંથી રોકડ ઉપાડવા માટે મર્યાદા લાદી હતી તે પછી સરકાર ટુંક સમયમાં રોકડ ઉપાડવા માટેની મર્યાદા દુર કરવા જઈ રહી છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યુ કે, ૧ ઓક્ટોબરથી ગ્રીસમાં રોકડ ઉપાડવા માટેની બધી જ મર્યાદા દુર કરવામાં આવશે. ગ્રીસમાં પ્રતિ મહિને પ૦૦૦ યુરો ઉપાડવાની મર્યાદા લાદવામાં આવી હતી. તે પછી રોકડ ઉપાડવા માટેની મર્યાદા ૩૦૦૦થી યુરોથી વધારીને ૧૦,૦૦૦ યુરો કરવામાં આવી હતી.

રોકડ ઉપાડવા માટેની મર્યાદા દુર કરવાનો નિર્ણય દર્શાવે છે ઈકોમોનિક રિક્વરીની શક્યતા રહેલી છે. સરકાર અને બેલઆઉટ ક્રેડિટર્સ વચ્ચેની વાટઘાટો ભાંગી પડતા થાપણદારો તેમના એકાઉન્ટ્સ ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એવામાં બેન્કો નિષ્ફળ થતા અટકાવવા માટે જૂન ર૦૧પમાં રોકડ ઉપાડવા ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા હતાં.

શરૃઆતના તબક્કે હોલ્ડરોને પ્રતિ દિવસ ૬૦ યુરો ઉપાડવાની મંજુરી આપવામાં આવી હતી જો કોઈ વ્યક્તિ એક

દિવસ નાણા ઉપાડવામાં નિષ્ફળ ગયો તો તે બીજા દિવસ બમણા નાણા ઉપાડી શકશે નહિં. ઈનકમ ટેક્સમાં વધારો અને ઈકોનોમિકલ રિફોર્મ્સને કારણે ત્રણ સફળ બેલઆઉટ મળ્યા પછી સરકારે કુલ ર૯૦ અબજ યુરો રિટર્ન કર્યા છે.

 

(6:10 pm IST)