Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગર્ભાવસ્થામાં પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જરૂરી

પાણી શરીર માટે અમૃત સમાન છે. બધા વ્યકિતઓએ પાણી પર્યાપ્ત માત્રામાં પીવું જોઇએ.  પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે પાણીની આવશ્યકતા વધારે  હોય છે.  પાણી સીધું ગર્ભસ્થ શીશુને પ્રભાવિત કરે  છે. તો જાણો ગર્ભવતી મહિલા માટે  પાણી  કેટલુ જરૂરી છે.

એક ગર્ભવતી મહિલા માટે દિવસમાં ઓછામાં ઓછુ ૨ થી ૩ લીટર પાણીનું સેવન કરવું જરૂરી છે. તેનાથી તેનુ  શરીર ડીહાઇડ્રેટ થતું નથી.

સામાન્ય રીતે ગર્ભાવસ્થામાં સ્ત્રીને કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓ જેવી કે ચક્કર આવવા, ડીહાઇડ્રેશન, માથું દુઃખવુ, ઉલ્ટી  થવી,  હાથ-પગમાં સોજા ચડવા, વગેરેનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે તમે દિવસમાં ૨ થી ૩ લીટર પાણી પીવો છો તો આવી સમસ્યા થતી નથી.

ગર્ભાવસ્થામાં પર્યાપ્ત માત્રમાં પાણીનું સેવન તમારા પાચનતંત્રને યોગ્ય બનાવી રાખે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી કબજીયાત અને હરસ જેવી સમસ્યા ઉત્પન્ન થતી નથી.

ગર્ભાવસ્થામાં મહિલાઓના શરીરમાંથી અન્ય લોકોની સરખામણીમાં  વધુ ગરમી ઉત્પન્ન થાય છે. પરંતુ, જ્યારે તમે પાણી પીવો છો, તો શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે અને  ગર્ભપાતની સંભાવના ઘટી જાય છે. 

(10:07 am IST)