Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ચીન: ટ્રકમાં આગ ભભુકતા અફડાતફડી: પાંચના કમકમાટીભર્યા મોતથી અરેરાટી: 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પૂર્વી ચીનના જોજિયાંગ પ્રાંતમાં એક દુતમાર્ગ પર એક સુરંગ મંગળવારના રોજ મધ્ય  રાત્રીએ એક ટ્રકમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે આ આગની દુર્ઘટનામાં પાંચ લોકો મોતને ભેટ્યા છે તેમજ 30થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

    પોલીસે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી પાંચ લોકોએ દમ તોડ્યો છે. રાહત તેમજ બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

(6:20 pm IST)