Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જાપાનમાં પૂરનો પ્રકોપ: ભુસખ્લનના ભયે 2 લાખ 40 હજાર લોકોનું સ્થળાંતર કરવાનો આદેશ

નવી દિલ્હી: જાપાન સરકારે દેશને દક્ષિણ પશ્ચિમમાં પૂર આવ્યા પછી ભૂસખલનની આશંકા  જણાવતા આ વાતને ધ્યાનમાં રાખીને 2 લાખ 40 હજાર લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારે  વરસાદના કારણે એકનું મોત નીપજ્યું  છે.

     જાપાનની મોસમ વિજ્ઞાન એજન્સીએ જણાવ્યું  છે કે ક્યૂશૂ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે ભારે તબાહીની આશંકા જણાઈ રહી છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.

(6:19 pm IST)