Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

૧૦૦ ડ્રાઇવરોએ મેપ્સ પર ફોલો કર્યુ એરપોર્ટ માટે શોર્ટકટ કીચડમાં પહોંચ્યાઃ સાકડા રસ્તાથી હાલાકી

અમેરિકામાં ગયા અઠવાડીયે ડેન પર એરપોર્ટ પહોંચવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરનારા લગભગ ૧૦૦ કાર ડ્રાઇવરો સાંકડા અને  કીચડવાળા રસ્તા પર પહોંચી ગયા હતા.

ટ્રાફીક જામથી બચવા માટે એમણે ગૂગલ મેપ્સ પર શોર્ટકટ ફોલો કર્યુ હતુ. ગૂગલએ કહ્યું કે મોસમ જેવા કારણોથી આવી સમસ્યાઓ આવી શકે છે અને ડ્રાઇવર પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે.

એક પછી એક કાર ફસાઇ હતી ઘણી કાર કાદવ કીચડને કારણે હલી પણ શકતી ન હતી.

(12:07 am IST)