Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સ્ટ્રીટ-ફાઇટમાં ફાઇટરે પ્રતિસ્પર્ધી નો આખો કાન કરડી ખાધો

લંડનતા ૨૮  ફાઇટિંગ કરવાના શોખીનોને હંમેશા રેસલિંગની રિંગની જરૂર નથી હોતી. બે બળિયા વચ્ચે બાથંબાથી શરૂ થઇ જાય તો શેરી પર બોકસિંગની રીંગ બની જાય. તાજેતરમાં એક વિડીયો સોશ્યલ મીડીયા પર વાઇરલ થયો છે. એમાં બે ફાઇટર્સ રોડ પર હાથાપાઇ કરવાનું શરૂ કરે છે. બન્ને પ્રોફેશનલી ટ્રેઇન્ડ હોય એવું લાગે છે, સ્ટ્રીટમાં તેમની ફાઇટ જોનારા લોકો પણ શરૂઆતમાં તો તેમને બન્ને ચિયર કરતા સંભળાય છે.. જોકે એક ફાઇટર બીજાને બાથમાં ભીંસી લે છે ત્યારે ગરબડ શરૂ થાય છે. બોજો ફાઇટર ભીંસ ઓછી કરવા માટે પ્રતિસ્પર્ધીનો કાન મોમાં લે છે. બસ, ફાઇટ ત્યાંથી વળાંક લે છે. પ્રતિસ્પર્ધી ભીંસ ઘટાડી દે છે એ છતાં પેલો ફાઇટર કાન છોડતો નથી. જોનારા લોકો પેલાને કાન છોડીને ફાઇટ એન્ડ કરવા સમજાવે છે,પણ પેલો કોઇનુંય માનતો નથી તે એટલા જોરથી કાન ખેંચેલો રાખે છેકે બીજા ફાઇટરનો અડધાથી વધુ કાન ઉતરડાઇ જાય છે. પ્રતિસ્પર્ધી તમ્મર ખાઇને જમીન પર પડે છે અને તેનો કના લોહી લુહાણ ગઇ ગયો છે. બીજી તરફ કાન કરડી ખાનાર ફાઇટર તેના મોંમા આવેલો કાનનો ભાગ થુંકી દે છે. ઘડીભરની મજા માટે શરૂ થયેલી ફાઇટ બેકાબુ હિંસામાં પરિણમે છે.

(3:34 pm IST)