Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

હોંગકોંગમાં ચીની રાષ્ટ્રગીત અંગે કાયદાના વિરોધમાં હજારો લોકોએ કર્યું પ્રદર્શન

નવી દિલ્હી: હોંગકોંગમાં ચીની રાષ્ટ્રગીત અંગેના કાયદાના વિરોધમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સંસદમાં બિલ પસાર થવાનું છે. એ પ્રમાણે જો ચીનના રાષ્ટ્રગીતનું હોંગકોંગમાં અપમાન થશે તો તે ગુનો ગણાશે. એ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરતા લોકોને હટાવવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

હોંગકોંગમાં ચીનના વિરોધમાં ફરી એક વખત વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. હોંગકોંગમાં એક બિલ પસાર થવાનું છે. બિલમાં એવી જોગવાઈ છે કે જો હોંગકોંગમાં ચીનના રાષ્ટ્રગીતનું અપમાન થશે તો તે ગુનાઈત કૃત્ય ગણાશે. એ બિલ પર ચર્ચા થાય તે પહેલાં જ લોકોએ આ પગલાંનો વિરોધ શરૂ કર્યો છે. સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને અસંખ્ય લોકો સરકારી બિંલ્ડિંગ સામે એકઠાં થયા હતા. લોકોને ખદેડવા માટે પોલીસે તેમના ઉપર બળપ્રયોગ કર્યો હતો. લાઠી ચાર્જ કરવાની સાથે સાથે ટીઅરગેસના સેલ છોડયા હતા.

(6:17 pm IST)