Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

પાકિસ્તાનમાં પુરાતત્વ વિભાગના અધિકારીઓની મૌન સહમતિથી વર્ષો જુનો ગુરૂ નાનક મહેલનો મોટો ભાગ તોડી પડાયો

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક સ્થાનિક લોકોએ ઔકાફ પુરાતત્વ વિભાગના અધિકારીઓના મૌન સહમતિથી વર્ષો જુનો ‘ગુરૂ નાનક મહેલ’નો એક મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો છે અને તેની કિંમતી બારીઓ તેમજ દરવાજા વેચી દેવામાં આવ્યા છે. ‘ડોન’ સમાચાર પત્રના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટના અનુસાર આ ચાર માળની ઇમારત દિવારો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકના ઉપરાંત હિંદૂ શાસકો અને રાજકુમારોની તસવીરો હતી.

આ મહેલમાં 16 રૂમ હતા

રિપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ‘બાબા ગુરૂ નાનક મહેલ’ ચાર સદી પહેલા બનાવવામાં આવ્યો હતો અને તેમાં ભારત સહિત દુનિયાભરથી શીખ આવતા હતા. તેમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રાંતીય રાજધાની લાહોરથી લગભગ 100 કિલોમીટર દૂર નારોવાલ શહેરમાં બનેલા આ મહેલમાં 16 રૂમ હતા અને દરેક રૂમમાં ઓછામાં ઓછા ત્રણ નાજૂક દરવાજા અને ઓછામાં ઓછા ચાર રોશનદાન હતા.

આ મહેલના ‘માલિક’ વિશે કોઇ જાણકારી નથી

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પુરાતત્વ વિભાગના અધિકારીઓના મૌહ સહમતિથી સ્થાનીક લોકોના એક સમૂહએ મહેલને આંશિક રૂપથી તોડી પાડ્યો છે અને તેના કિંમતી બારી, દરવાજ અને રોશનદાન પણ વેચી દીધા છે. પ્રાધિકારીઓ પાસે આ મહેલના ‘માલિક’ વિશે કોઇ જાણકારી નથી.

દુનિયાભરના શીખ અહીં આવતા

સ્થાનિક નિવાસી મોહમ્મદ અસલમે કહ્યું કે, આ જૂની ઇમારતને બાબા ગુરૂ નાનક મહેલ કહેવામાં આવે છે અને અમે તેને મહલાં નામ આવ્યું છે. ભારત સહિત દુનિયાભરથી શીખ અહીં આવતા હતા. એક અન્ય સ્થાનિક નિવાસી મોહમ્મદ અશરફે કહ્યું કે, પુરાતત્વ વિભાગને આ વિશે જણાવવામાં આવ્યું હતું કે કેટલાક પ્રભાવશાળી લોકો ઇમારતમાં તોડફોડ કરી રહ્યાં છે પરંતુ કોઇપણ અધિકારીએ કોઇ કાર્યવાહી કરી નહીં અને ના કોઇ અહીં પહોંચ્યું.

પુરાતત્વ વિભાગના મૌન સહમતિથી તોડવામાં આવ્યો મહેલ

અશરફે કહ્યું કે, પ્રભાવશાળી લોકોએ પુરાતત્વ વિભાગના મૌન સહમતિથી ઇમારતને ધ્વસ્ત કરી છે અને તેના કિંમતિ બારી, દરવાજા, રોશનદાન અને લાકડું વેચી દીધું. સમાચાર પત્રએ કહ્યું કે, તેમણે ઇવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ના ઉપાયુક્તથી લઇને ઇમારતમાં રહેતા પરિવાર સુધી કોઇ લોકોથી વાત કરવાનો પ્રયત્ન કર્યો જેથી તે જાણી શકાય કે ઇમારતની કાયદાકીય સ્થિતિ શું છે, તેના માલિક કોણ છે અને કઇ સરકારી એજન્સી તેનો રેકોર્ડ રાખે છે. પરંતુ સમાચાર પત્રને કોઇ જાણકારી મળી શકી નહીં.

PM ઇમરાન ખાન પાસે કાર્યવાહી કરવાની કરી માગ

નરોવાલના નાયબ કમિશનર વહીદ અસગરે કહ્યું, રાજસ્વ રેકોર્ડમાં આ ઇમારતનો કોઇ ઉલ્લેખ નથી. આ ઇમારત ઐતિહાસી છે અને અમે નગરપાલિકા સમિતિના રોકોર્ડ તપાસ કરી રહ્યાં છે.

ઇટીપીબી સિયાળકોટ વિસ્તારના ‘રેંટ કલેક્ટર’ રાણા વહીદે કહ્યું કે ,અમારી ટીમ ગુરૂનાનક મહેલ બાટનવાલાના સંબંધમાં તપાસ કરી રહ્યું છે. આ સંપત્તિ ઈટીપીબીની છે અને તેમાં તોડ-ફોડ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ વિસ્તારના લોકોએ વડાપ્રધાન ઇમરાન ખાનથી તોડફોડ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.

(6:14 pm IST)