Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

હુમલાખોર પકડાઇ ગયા

જાપાનમાં માથા ફરેલા એક વ્યકિતએ એકલા ૨૦ લોકોને ચાકુ માર્યાઃ બાળક સહિત રના મોત

ટોકિયો, તા.૨૮: જાપાનમાં આજે સવારે એક વ્યકિત એ અંદાજે ૨૦ લોકો પર ચાકુથી તાબડતોડ હુમલા કરી દીધા. હુમલાખોરોએ મંગળવારના રોજ સવારે આ ઘટનાને જાપાનના શહેર કાવાસાકીમાં આવેલ એક પાર્કની બહાર અંજામ આપ્યો. મળતી માહિતી પ્રમાણે ટોકયોના દક્ષિણી ભાગમાં વસેલા કાવાસાકી શહેરમાં આ ઘટના ઘટી છે.

ટોકયોના અધિકારીઓના મતે આ હુમલાની પાછળનું કારણ શું છે તે હજુ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. હુમલો થતા એક બાળક અને એક વ્યસ્ત સહિતના બે લોકોના મોત થયા છે. આ ઘટના બાદ શંકાસ્પદને પોલીસે કસ્ટડીમાં લઇ લીધો છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે પોલીસે હુમલાખોરની પાસેથી બે ચાકુ જપ્ત કર્યા છે.

પોલીસે જયારે આ હુમલાખોરની ધરપકડ કરી તો તેણે જાતે જ પોતાના ખભામાં ચાકુ ભોંકી પોતાને જ દ્યાયલ કરી દીધો. કાવાસાકી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવકતાએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું કે સ્થાનિક સમયાનુસાર સવારે અંદાજે પોણા આઠ વાગ્યે અમને એક ઇમરજન્સી કોલ મળ્યો. રિપોર્ટના મતે એક આદમીએ બસ સ્ટોપની પાસે પહોંચતા જ ત્યાં હાજર લોકો પર ચાકુઓથી અંધાધૂન હુમલો શરૂ કરી દીધો. અહીંથી સ્થાનિક રેલવે સ્ટેશન પણ ખાસ દૂર નહોતું.

જાપાનના સ્થાનિક મીડિયા ચેનલો પર આ ઘટનાના ફૂટેજ દેખાડી રહ્યાં છે. હાલ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં કરી લીધી છે અને રાહત અને બચાવ માટે મેડિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે.

(10:35 am IST)