Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ખાટી-મીઠી મોસંબીમાં રહેલ છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો

આ રસીલા ફળની વાત કરતા જ મોં માં પાણી આવવા લાગે છે. હાલ મોસંબીની સીઝન છે. તેથી જે લોકો મોસંબી ન ખાતા હોય તે પણ આના ફાયદાઓ જાણીએ ખાવા લાગશે. મોસંબી એ ખાટું-મીઠું ફળ છે જેણે અંગ્રેજીમાં 'સ્વીટ લેમન' કહેવાય છે.

. જો કોઈના શરીરમાં એનર્જી ન હોય અને નાના-નાના કામો કરતા થાકી જતા હોય તેવા લોકોએ આનું સેવન કરવું.

. ભૂખની સ્થિતિમાં આનું સેવન અમૃતતુલ્ય છે. ભરેલ પેટમાં આ ભોજન સરળતાથી પચાવવા મદદ કરે છે.

. મોસંબીનું જ્યૂસ પીવાથી ખીલ અને ત્વચાની કરચલી દુર થશે. આ ઘણા બધા ન્યુટ્રીશંસથી ભરપૂર છે જે ત્વચા માટે ફાયદાકારક છે.

. કબજીયાતમાં મોસંબીનો રસ પીવાથી આ સમસ્યા મટશે.

. આના રસના ૩ થી ૪ ટીપા હોઠ પર લગાવવાથી કાળા હોઠ દુશ થશે. સાથે જ લીપ્સ નરમ પણ બનાશે.

. ટાઈફોઈડ થયો હોય તો પણ મોસંબીનું સેવન કરવું.

(10:00 am IST)