Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પાકિસ્તાનના જાણીતા કટ્ટરપંથી મૌલાનાએ કરી વિવાદાસ્પદ જાહેરાત:મહિલાઓના ટૂંકા કપડાં પહેરવાથી ફેલાઈ છે કોરોના

નવી દિલ્હી: પાકિસ્તાનના જાણીતા કટ્ટરપંથી મૌલાના અને પાકિસ્તાનમાં તબલીઘી જમાતના પ્રમુખ તારિક જમીલના વિવાદાસ્પદ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે તેણે કહ્યું હતું કેમહિલાઓ ટૂંકા કપડાં પહેરે છે એટલે કોરોના વાઈરસ ફેલાયો છે. જેમાં તેણે એમ પણ કહ્યું હતું કે, મહિલાઓ ટૂંકા કપડાં પહેરે છે, તેના કારણે કોરોના વાઈરસ ફેલાઈ છે. મહિલાઓના ખરાબ કર્મોની સજા સમગ્ર સમાજને ભોગવવી પડી રહી છે. સેનેટમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંસદીય નેતા શેરી રહેમાને તારિકના વિવાદાસ્પદ નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે તારિકે મીડિયા કર્મચારીઓની માફી માંગવી જોઈએ. બાદમાં તારિકે વિવાદાસ્પદ નિવેદનને લઈને માફી માંગી હતી.

(6:42 pm IST)