Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

આ દેશમાં કોરોનાની સારવાર લઇ રહેલ ડોક્ટર આ કારણોસર થઇ રહ્યા છે નિર્વસ્ત્ર

નવી દિલ્હી: 'ન્યૂડિટી વાતનું પ્રતીક છેકે, કોઈ પણ સુરક્ષા વગર આપણે કેટલાં વધારે વલ્નરેબલ હોઈએ છીએ. કહેવું કોરોનાની સારવાર કરનારા ડોક્ટર્સ જે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) માટે નેકેડ થઈને પ્રદર્શન કરી રહ્યા છે. કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં ડોક્ટરો ઘણા પ્રકારનાં પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમાંથી એક છે- કોરોનાથી બચવા માટે સુરક્ષિત પોશાકો અને ઈક્વિપમેન્ટની કમી.

              ઘણા દેશોનાં ડોક્ટર પીપીઈની કમી સામે ઝઝૂમી રહ્યા છે અને દુનિયાનાં ઘણા શહેરોમાં મેડિકલ સ્ટાફ તરફથી વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા છે. એવામાં જર્મનીનાં ડોક્ટરોએ અલગ રીતે, નેકેડ થઈને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છેજર્મનીમાં 1,58.758 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 6,126 લોકોનાં મોત થયા છે. Theguardian.comના રિપોર્ટ મુજબ, જર્મનીમાં ડોક્ટરોનાં એક ગ્રુપએ નેકેડ થઈને કેમેરાની સામે પોઝ આપ્યો છે. અને પર્યાપ્ત સંખ્યામાં પીપીઈ કીટની માંગ કરી છે.

(6:41 pm IST)